ચોરી:હિંમતનગરના ભોલેશ્વરમાં ધોળેદહાડે 2.88 લાખના મુદ્દામાલની ઘરફોડ

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1.50 લાખ રોકડા અને સોના અને ચાંદીના દાગીના ચોરી ગયા
  • પાણી સપ્લાયના વેપારી અને તેમના શિક્ષિકા પત્ની નોકરી-ધંધાર્થે બહાર જતાં મકાનના વોશરૂમની બારી તોડી ઘૂસ્યા

હિંમતનગર શહેરને અડીને આવેલ ભોલેશ્વરમાં બુધવારે બપોરે પતિ પત્ની નોકરી ધંધાર્થે ગયા હતા. ત્યારે બપોરે મકાનના વોશરૂમની બારી તોડી ઘરમાં પ્રવેશી ચોરોએ 2.88 લાખની મત્તાની ચોરી કરતાં બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ભોલેશ્વરમાં રહેતા વિનેશભાઈ કાંતિભાઈ ગામેતી શહેરમાં પાણી સપ્લાયનો વ્યવસાય કરે છે અને તેમની પત્ની શિક્ષિકા તરીકે નોકરી કરે છે.

બંને જણા તા.06-07-22 ના રોજ સવારે સાત વાગે નોકરી ધંધાર્થે ગયા બાદ બપોરે 1:00 વાગ્યા સુધીમાં તેમના મકાનની પાછળના ભાગે આવેલ વોશરૂમની બારી તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને રોકડ દોઢ લાખ તથા એક તોલાની પેન્ડલ સાથેની ચેન, સોનાની સ્ત્રી પુરુષની ચાર વીંટીઓ, સોનાની બે જોડ બુટ્ટી, 2 સોનાની ચુની, એક જોડ ચાંદીના જાડા છડા, ત્રણ જોડ ચાંદીના પાતળા છડા, ચાંદીની એક જોડ બંગડી, ચાંદીની ત્રણ તોલાની ચેન વગેરે મળી કુલ રૂપિયા 1,38,100 ના સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 2,88,100 ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બી ડિવિઝન પોલીસે કુલ રૂ. 2,88,100 ની મત્તાની ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...