પ્રાંતિજ તાલુકામાં ખળભળાટ:રૂ 5 કરોડ લાવો, ટિકિટ અપાવી દઉં, તલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખનો ઓડિયો વાયરલ

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર ઓડિયો ક્લીપથી તલોદ અને પ્રાંતિજ તાલુકામાં ખળભળાટ
  • આ વિરોધીઓનું કાવતરું તલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભગવતસિંહ ઝાલા

પ્રાંતિજ બેઠક પર કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત નથી કરી ત્યારે તલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખના નામે રૂ.5 કરોડમાં ટિકિટ અપાવી દેવાની વાત કરતી વાયરલ ઓડિયો ક્લિપે ખળભળાટ મચાવી દીધો છે ત્યારે તાલુકા કોંગ્રેસ પ્રમુખે આ વિરોધીઓનું કાવતરું હોવાનો દાવો કરી તપાસની માંગ કરનાર હોવાનું જણાવ્યું હતું. ચૂંટણી આવતાની સાથે વિવાદ પણ સાથે લઈને આવી છે.

તલોદ પ્રાંતિજ પંથકમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભગવતસિંહ ઝાલાના નામે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં સામેથી બોલનાર વ્યક્તિ વારંવાર પ્રાંતિજ બેઠક પર ઉમેદવારની જાહેરાત ન થઈ હોવા અંગે અને કોંગ્રેસનો ઉમેદવાર તલોદ તાલુકાનો જ હોવો જોઈએ તેવું બોલતો રહે છે અને વાતચીતના અંતમાં રૂ.5 કરોડ લઇ આવો હાલ ટિકિટ અપાવી દઉં કહેવામાં આવતા સામેવાળો વ્યક્તિ પણ પૂછે છે પૈસા બતાવવા પડશે? આ ઓડિયો ક્લિપ તાલુકા કોંગ્રેસ પ્રમુખની હોવાના નામે વાયરલ થતાં બંને તાલુકામાં ખળભળાટ મચી ગયો છે.

જોકે, તલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભગવતસિંહ ઝાલાએ રદિયો આપતા જણાવ્યું હતું કે આ ઓડિયો ક્લિપ મારી નથી વિરોધીઓનું કાવતરું છે. ચૂંટણી આવી એટલે આવા રસ્તા અપનાવી રહ્યા છે. હું આ ઓડિયો ક્લીપ મામલે કાયદેસર કાર્યવાહી કરવાનો છું.નોંધનીય છે કે આ ઓડિયો ક્લિપે જિલ્લામાં ગરમાવો લાવી દીધો છે સત્ય જે હોય તે પણ વધુને વધુ મોબાઈલમાં વાયરલ થઈ રહી છે. જો કે આ ઓડિયો વાયરલ થતાં તલોદ અને પ્રાંતિજ તાલુકાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...