વિધાનસભા બેઠકનું પરિણામ:સા.કાં.માં ભાજપનો વોટ શેર 2 % વધ્યો, કોંગ્રેસનો 12.17% ઘટ્યો

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2017ની તુલનાએ 2022માં ઇડરમાં ભાજપનો વોટ 5 ટકા જેટલો વધ્યો, કોંગ્રેસનો 2 ટકા જેટલો ઘટ્યો, પ્રાંતિજમાં વર્ષ-2017ની તુલનાએ 2022માં ભાજપે 10 ટકા વોટશેર વધાર્યો
  • વર્ષ- 2022માં ખેડબ્રહ્મા બેઠક જીતવા છતાં કોંગ્રેસે 15.22 ટકા જનાધાર ગુમાવ્યો , પ્રાંતિજમાં સૌથી વધુ 23.28 ટકાનો કોંગ્રેસના વોટશેરમાં ઘટાડો

સાબરકાંઠા જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકનું પરિણામ ગત ચૂંટણી જેવું જ એટલે કે ત્રણ ભાજપ અને એક કોંગ્રેસ આવ્યું છે. બેઠકોની સંખ્યા બાબતે કોઈ ફેરફાર નથી થયો. પરંતુ ભાજપે વર્ષ- 2017 ની ચૂંટણી કરતાં વર્તમાન 2022 ની ચૂંટણીમાં સરેરાશ 2 ટકા વોટ શેર વધાર્યો છે. જ્યારે કોંગ્રેસે વર્ષ-2017 ની ચૂંટણી કરતાં વર્તમાન 2022 ની ચૂંટણીમાં 12.17 ટકા વોટ શેર ગુમાવ્યો છે.

ખેડબ્રહ્મા બેઠક જીતવા છતાં કોંગ્રેસે આ મતવિસ્તારમાં 15.22 ટકા જનાધાર ગુમાવ્યો છે તેવી જ રીતે પ્રાંતિજ મતવિસ્તારમાં સૌથી વધુ 23.28 ટકાનો કોંગ્રેસના વોટશેરમાં ઘટાડો થયો છે. જે કોંગ્રેસ માટે ચિંતનનો વિષય બની રહે તેમ છે મહદંશે કોંગ્રેસની વોટ બેંકમાં ગાબડું પાડીને આમ આદમી પાર્ટી જિલ્લામાં સરેરાશ 14.01 ટકા વોટ શેર હાંસલ કરી લીધો છે.

સાબરકાંઠા જિલ્લામાં આમઆદમીપાર્ટીએ આ વખતની ચૂંટણીમાં ચારેય બેઠક પર ઉમેદવારો ઉભા રાખી મહત્વની રાજકીય ભૂમિકા ભજવી છે. વર્તમાન સિનારીઓથી ત્રસ્ત અને રેવડી પ્રેમી 14.01 ટકા જેટલા મતદારોને અંકે કરી લેતાં ચારેય બેઠકના પરિણામ પર નોંધપાત્ર છાપ છોડી છે ખેડબ્રહ્મા બેઠક માટે પ્રારંભમાં ભાજપ આસ્વસ્ત હતું. પરંતુ આપના ઉમેદવારે ભાજપની વોટબેંકમાં જ 10 ટકા જેટલું ગાબડું પાડતાં ભાજપના ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો છે. તો હિંમતનગર બેઠક પર આપના ઉમેદવારે 4.9 ટકા વોટ મેળવ્યા છે આ બેઠક પર કોંગ્રેસના વોટ શેરમાં 3.26 ટકાનો ઘટાડો થયો છે.

જેને કારણે ભાજપની લીડ 8860 સુધી પહોંચી હતી. પ્રાંતિજ બેઠક પર કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડ્યો છે અને વોટ શેરમાં 23.28 ટકાનો ઘટાડો થયો છે જેને કારણે ભાજપની લીડ 64,622 મત સાથે ઐતિહાસિક બની ગઈ છે. આવી જ રીતે ઈડર બેઠક પર કોંગ્રેસનો વોટ શેર 6.61 ટકા ઘટ્યો છે તેની સામે ભાજપનો વોટ શેર 5 ટકા વધતાં લીડ 39,440 સુધી પહોંચી ગઈ છે જિલ્લાની ચારે બેઠક પર આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના ઉમેદવારોને મોટું નુકસાન પહોંચાડી પોતાના માટે 14.01 ટકા રાજકીય જમીન તૈયાર કરી લીધી છે.

વર્ષ-2022માં ચારેય બેઠક પર મુખ્ય ત્રણ પક્ષનો વોટ શેર

પક્ષહિંમતનગરઇડરખેડબ્રહ્માપ્રાંતિજ
ભાજપ48.3555.1631.8657.23
કોંગ્રેસ44.0136.0632.6722.12
આપ4.97.0526.9617.46

વર્ષ-2017માં ચારેય બેઠક પર મુખ્ય બે પક્ષનો વોટ શેર

પક્ષહિંમતનગરઇડરખેડબ્રહ્માપ્રાંતિજ
ભાજપ48.2550.1941.6947.13
કોંગ્રેસ47.3742.6747.8945.7

વોટશેરની વધઘટ થી પરિણામ પર અસર
હિંમતનગર | ભાજપનો 0.1 % વોટ શેર વધ્યો, અને આપના ઉમેદવારે 4.9 ટકા વોટ મેળવતા 8,860 મતથી જીત
ઇડર : ભાજપનો 5 % વોટ શેર વધ્યો કોંગ્રેસનો 6.61 % વોટ શેર ઘટવા સહિત આપનો 7% વોટ શેર વધતા 39,000 મતથી ભાજપની જીત
ખેડબ્રહ્મા| ભાજપનો 10 % વોટ શેર ઘટતાં 1664 મતથી હાર.
પ્રાંતિજ | ભાજપનો 10 % વોટ શેર વધ્યો જેને પગલે 64,622 ની લીડ થી જીત થઈ.

નોટાએ પણ ખેડબ્રહ્મા બેઠક પર બાજી પલટી દીધી....
ખેડબ્રહ્મામાં ભાજપના ઉમેદવારની હાર માટે આપે 10 ટકા જેટલા વોટનું ગાબડું પાડવા સહિત નોટાની પણ ભૂમિકા મહત્વની બની રહી છે. ગત ચૂંટણી કરતાં 2257 વધારે મત એટલે કે 7331 મત નોટામાં પડ્યા છે અને ભાજપના ઉમેદવારની માત્ર 1664 મતથી હાર થઈ છે.

2022ની ચૂંટણીમાં સૌથી વધુ ખેડબ્રહ્મામાં 7331 મત નોટામાં

બેઠક20172022
હિંમતનગર 3343342456
ઈડર49013568
બેઠક20172022
ખેડબ્રહ્મા50747331
પ્રાંતિજ29073114

​​​​​​​

2017 ની તુલનામાં 45 %થી વધુ પોસ્ટલ મત આ ચૂંટણીમાં ઘટ્યા
આ ચૂંટણીમાં સરકારી કર્મચારીઓનો વિશ્વાસ પણ કોંગ્રેસ પરથી ઉઠી ગયો હોય તેમ 2017ની સાપેક્ષમાં 45 ટકાથી વધુ પોસ્ટલ મતનો ઘટાડો થયો છે અને એ મત આમ આદમીપાર્ટીના ખાતામાં ગયા છે. તદુપરાંત ગત ચૂંટણી જેટલા જ 52 સરકારી કર્મીઓએ આ ચૂંટણીમાં નોટા પસંદ કર્યો છે.
સાબરકાંઠા જિલ્લાની ચારેય બેઠક પર આપે 14.01 % વોટશેર હાંસલ કર્યો છે.

પક્ષ20172022
ભાજપ28842966
કોંગ્રેસ62153217
આપ-2768

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...