સતાનો સંગ્રામ:ઇડર અને ખેડબ્રહ્મા બેઠક પરથી ભાજપના ઉમેદવાર, તો હિંમતનગરથી કોંગ્રેસના ઉમેદવારે પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુ

સાબરકાંઠા (હિંમતનગર)3 મહિનો પહેલા
  • પ્રાંતિજ બેઠક પર ભાજપ, જ્યારે ઇડર અને ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આજે ઉમેદવારી પત્ર ભરશે

વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત બાદ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે રાજકીય જંગ ખેલાવાનો છે. ત્યારે મંગળવારે પ્રાંતિજ વિધાનસભામાં ભાજપના, ઇડર વિધાનસભા અને ખેડબ્રહ્મા વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરશે. તો ગઈકાલે ઇડર, વિધાનસભા અને ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જ્યારે હિંમતનગર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. તો હિંમતનગર વિધાનસભા બેઠક પર ભાજપે અને ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. તો પ્રાંતિજ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત બાકી છે.

આ અંગેની વિગત એવી છે કે, ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવાર અશ્વિન કોટવાલે પોતાના સમર્થકો સાથે ભવ્ય રેલી યોજી હતી. શક્તિ પ્રદર્શન રેલી પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી. જ્યાં વિધીવત રીતે અશ્વિન કોટવાલે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યુ હતુ. તો બીજી તરફ ઇડર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રમણલાલ વોરાએ પણ વિરપુર ખાતે માતાજીના દર્શન કરી મહા આરતી ઉતારી આશીર્વાદ લઈને પોતાના ટેકેદારો સાથે ઇડરમાં ભવ્ય રેલી યોજાઈ હતી. ઠેર ઠેર ઇડરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રેલી ઇડર પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી. જ્યાં રમણલાલ વોરાએ ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. જ્યારે હિંમતનગર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કમલેશ પટેલે પોતાના ટેકેદારોને સાથે સહકારી જીન ચાર રસ્તેથી ડીજે સાથે રેલી સ્વરૂપે નિકળી હતી. જે છાપરીયા થઈને ટાવર ચોક થઇ નવા બજાર, જુના બજાર થઈને બહુમાળી ભવન પહોંચી હતી. જ્યાં ઉમેદવાર કમલેશ પટેલે ટેકેદારો સાથે પ્રાંત કચેરી ખાતે પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યુ હતુ.

ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક કોંગ્રેસ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તો હિંમતનગર વિધાનસભા બેઠક પર ભાજપે જીલ્લાના સ્થાનિક અને પૂર્વ કાયદા મંત્રી વી.ડી.ઝાલાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. તો પ્રાંતિજ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત બાકી છે.

પ્રાંતિજ વિધાનસભા બેઠક પર ભાજપના ગજેન્દ્રસિંહ પરમાર અને ઇડર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના રામભાઈ સોલંકી તો ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના તુષાર ચૌધરી આજે પોતાનું ઉમેદવારી પત્ર શક્તિ પ્રદર્શન રેલી યોજી ભરશે.

અન્ય સમાચારો પણ છે...