સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં સાબર કોમ્પ્લેક્ષ આગળ પાર્ક કરેલા બાઈક પરથી અજાણ્યો ગઠીયો રૂ. 2 લાખની રોકડ ભરેલો થેલો લઇ ગયો હતો. જે સીસીટીવીમાં કેદ થયો હતો. આ અંગે વિજયનગર પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.
પોલીસે તપાસ હાથ ધરી
આ અંગેની વિગત એવી છે કે મોજાળીયા ગામના ટેલીફોન એક્સચેન્જના નિવૃત કર્મચારી વાલજીભાઈ કટાર નવીન મકાનનું ધાબુ ભરવા માટે રૂ. બે લાખ પોસ્ટ ઓફીસમાંથી ઉપાડીને થેલીમાં મૂકીને બાઈક પર થેલો ભરાવીને સાબર કોમ્પ્લેક્ષમાં દુકાન આગળ બાઈક પાર્ક કરીને પીવીસી પાઈપ કટિંગના સમાન માટે ઈલેક્ટ્રોનિકસની દુકાનમાં ગયા હતા. આ દરમિયાન પરત આવતા બાઈક પર ભરાવેલો થેલો ગુમ હતો. જેને લઈને વાલજીભાઈએ તાત્કાલિક વિજયનગર પોલીસને જાણ કરતા પોલીસે આસપાસમાં આવેલી દુકાનના સીસીટીવી તપાસ હાથ ધરતા બાઈક પરથી અજાણ્યો ગઠીયો થેલો લઇ જતો જોવા મળ્યો હતો. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.