સામસામી ફરિયાદ નોંધાઈ:અરોડામાં બાઇક અડવા અને જૂની અદાવતમાં પાઇપો-ચપ્પાથી હુમલો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શખ્સના ગળા પર પેટમાં ચપ્પું ઝીંકતા ઘાયલ
  • જાદર પોલીસે 4 જણાં વિરુદ્વ સામસામી ફરિયાદ નોંધી

ગુરૂવારે રાત્રે દસેક વાગ્યે અરોડા ત્રણ રસ્તા નજીક પાઇપો અને ચપ્પાના ઘા મારવાની ઘટનામાં જાદર પોલીસે 4 જણા વિરુદ્વ સામસામી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તા.19-05-22 ના રોજ પરબતસિંહ જેઠુસિંહ ચૌહાણ અને તેમના પત્ની લક્ષ્મીબા બાઇક લઇને ઘેર આવતા હતા.

તે દરમિયાન હરીપુરા - કેશરપુરા ત્રણ રસ્તા નજીક કેશરપુરા તરફથી આવી રહેલ બાઇક અથડાતાં બાઇક સવાર વાડોલના પ્રવિણસિંહ રણજીતસિંહ ઝાલા અને અલ્પેશસિંહ મહેન્દ્રસિંહ મકવાણા બંને જણા અપશબ્દો બોલી ઝઘડો કરતા પરબતસિંહે તેમના ભત્રીજા કિશનસિંહ વિષ્ણુસિંહ ચૌહાણને ફોન કર્યો હતો અને કિશનસિંહ ત્રણ રસ્તા નજીક પહોંચવા દરમિયાન પ્રવિણસિંહે ખિસ્સામાંથી ચપ્પુ કાઢી પરબતસિંહના ગળા ઉપર અને પેટમાં ઝીંકી દીધુ હતું તેમને બચાવવા વચ્ચે પડેલ કિશનસિંહના કપાળ ખભા અને અંગુઠા પર ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા.

જ્યારે આ ફરિયાદની સામે પ્રવિણસિંહ રણજીતસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના મિત્ર અલ્પેશસિંહ મહેન્દ્રસિંહ મકવાણા સાથે બાઇક લઇને હરીપુરાથી અરોડા ત્રણ રસ્તા નજીક જતા ત્રણ બાઇક ઉપર આવી ચઢેલ હરીપુરાના પરબતસિંહ અને કિશનસિંહ તથા અન્ય પાંચ શખ્સોએ અપશબ્દો બોલી 2020 માં તે કેમ મારી સાથે તકરાર કરી હતી કહીને પરબતસિંહે લોખંડની પાઇપનો ફટકો મારતાં અલ્પેશસિંહને જમણી આંખ ઉપર કપાળમાં ઇજા થતા બાઇક પરથી નીચે પડી ગયા હતા અને કિશનસિંહે માથામાં પાઇપ મારી હતી અન્ય શખ્સોએ પણ માર માર્યો હતો. જાદર પોલીસે સામસામી ફરિયાદ લઇ ચાર જણાના નામજોગ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...