ધર્મ ગંગા:મોટા માણસોને નાના માણસોના નાના પ્રસંગોમાંથી પ્રેરણા મળે છે

હિંમતનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં મુનિ શ્રી જ્ઞાનનોદય વિજયજી મુનીશ્રી પંચામૃત વિજયજીનું પ્રવચન

કહેવાય છે કે દત્તાત્રેયને 24 ગુરુ હતા. આ 24 ગુરુમાં પશુ-પક્ષી આદિ પણ હતા જ્યાંથી સમજવા શીખવા મળ્યું જાણવા મળ્યું જીવનને ઉન્નત બનાવવાની પ્રેરણા મળી ત્યાંથી તેઓ જ્ઞાન મેળવતા રહ્યા માણસ ગમે તેટલો મોટો થઈ જાય પણ એને ક્યાંયથી કશું જ શીખવાનું હોય જ નહીં એવું બની શકે જ નહીં મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝના માલિકો રાજનેતાઓ મુખ્યમંત્રીઓ વડાપ્રધાન જેવા માંધાતાઓ પણ મોટા નિર્ણય લેતા પહેલા પોતાના એડવાઈઝરની મદદ જરૂર લે છે તે વિના એક પણ ડગલું આગળ વધતા નથી તેથી વિશ્વનો દરેક વ્યક્તિ સંપૂર્ણ નથી તેને કંઈક શીખવાનું બાકી છે.

મોટા માણસોને નાના માણસોના નાના પ્રસંગોમાંથી ઘણીવાર મોટી પ્રેરણા બૌદ્ધ મળે છે ભાગ તો ફરતો ચાણક્ય જ્યારે છુપાવેસમાં વૃદ્ધ ડોશીમા ના ઘરે જમવા ગયા ત્યારે તે મુદ્દાએ શીખ આપી બેટા ગરમાગરમ ખીચડીમાં વચ્ચે હાથ નખાય પહેલા ચારે બાજુની ઠંડી ઠંડી ખીચડી ખાવી જોઈએ તો એ પહેલા મૂર્ખ ચાણક્યની જેમ રાજધાની પર સીધો હુમલો કરે છે.

માજીના આવા વાક્યથી ચાણક્યને પ્રેરણા મળી અને આજુબાજુના નાના ગામો પર વિજય મેળવીને રાજધાની પાટલીપુત્ર પર હુમલો કર્યો અને નંદવંશનો ઉછેદ કરી મૌર્ય વંશની સ્થાપના કરી ચલણા હૈ રેણા નહીં દાસીના આવા વાક્યથી પ્રેરણા લઈને બાદશાહી છોડી હતી એક બાદશાહ એ ફકીરી સ્વીકારી હતી.

ખરેખર તો દાસી એમ કહેવા માગતી હતી કે જહાપના ત્યાં ચારણી તો છે પણ રીંગણા નથી બાદશાહ એ દાસી પાસે ચારણીમાં પડેલા રીંગણા મંગાવ્યા હતા ઘરના નાના હોય કેમ મોટા સામે રહેલી વ્યક્તિ નાની હોય કે મોટી એ મહત્વની વાત નથી પણ આપણી દ્રષ્ટિ તેમાંથી શું જોઈ શકે છે એ વાત ખૂબ મહત્વ ધરાવે છે મોટાઓનું જ મૂલ્ય છે નાનાઓનું કંઈ જ નથી એ વિચારણા અયોગ્ય છે.

તું નાનો હું મોટો આ ખ્યાલ જગતનો ખોટો ખારા જળનો દરિયો ભર્યો મીઠાજળનો લોટો નાનો પણ મીઠા જળના લોટા જેવો હોઈ શકે મોટો દરિયા જેવો ખારો પણ હોઈ શકે આંખ નાની હોય છે પરંતુ વિરાટ આકાશને પોતાનામાં સમાવી શકે છે અંકુશ નાનું છે પણ મસ્ત મોટા હાથીને કાબુમાં લાવે છે નાનકડું કાળું મોટા જહાજને ડુબાડવા નું સામર્થ્ય ધરાવે છે નાનકડી ચિનગારી ઘાસની મોટી ગંજીને બાળવા માટે કાફી છે.

નાનકડો દીવો મોટા ઓરડાના અંધકારને ભગાવી દેશે નાના બાળની વાત નાખી દેવા જેવી હોય તેવું કંઈ નથી કેટલીક વાર તેની વાત પણ કીમતી હોઈ શકે છે ચાણક્ય એ કહ્યું છે ઉપરડો ભલે ગંદકી બળ્યો હોય પણ એમાં જો સોનું પડેલું હોય તો લઈ લો. ગંદકીની ચિંતા ન કરો. છાશ ભલે ખાટી હોય પણ એમાં જો માખણ હોય તો લઈ લો ખટાશની ચિંતા ન કરો તેમ બાળક ભલે નાનું હોય તેની વાતમાં જો હિતકારી અધ્યક્ષ હોય તો સ્વીકાર કરો તેની ઉંમરની ચિંતા ના કરો.

અન્ય સમાચારો પણ છે...