સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના હિંગળાજના 30 વર્ષિય કોમર્સ ગ્રેજ્યુએટ ભાવિકભાઇ પટેલે પ્રાકૃતિક ખેતીને જ પોતાનો વ્યવસાય બનાવ્યો હતો.ખેતીને જો વ્યવસાય ગણવામાં આવે અને તેનુ સમયસર અને આયોજનબધ્ધ કામ કરો જેટલો સમય તમે નોકરીમાં ફાળવો તેટલો સમય આ ખેતીના કામમાં ફાળવો તો આ ખેતી અનેક ઘણું વળતર આપે છે ભાવિકભાઇ પટેલે જણાવ્યુ હતુ કે અભ્યાસ પૂર્ણ થયા બાદ થોડો સમય નોકરી માટે વિચાર ચાલતા હતા ત્યારે સુભાષ પાલેકરજી દ્વારા અમદાવાદ ખાતે આયોજીત તાલીમમાં ભાગ લઈ આ ખેતી અંગે સંપૂર્ણ જાણકારી મેળવી હતી.
આ તાલીમ બાદ વિચારોમાં પરીવર્તન આવ્યું અને ખેતી અંગેનો અભિગમ બદલાયો આપણા બાપદાદાઓનો પરંપરાગત વ્યવસાય ખેતી છે. વાણીયાનો દિકરો ધંધો કરે અને સફળ થાય તો પછી આપણે ખેડૂતના દિકરા આ ખેતીમાં કેમ સફળ નથી થતા? અને શરૂ થઈ આ પ્રાકૃતિક ખેતી.રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઓછી થઇ અને ખર્ચ વધુ થાય છે અને ઉત્પાદન ઓછુ મળવા લાગ્યું તેમજ રાસાયણિક ખેતી આપણા સ્વાસ્થ માટે નુકશાનકારક છે.રાસાયણિક દવાઓ ખેતરમાં છાંટતા ખેડૂતને પોતાના જીવનુ જોખમ પણ રહે છે.
ખેતીમાં 50 ટકા ખર્ચ થાય છે
આ ખેતીમાં 50 ટકા ખર્ચ થાય છે એટલે કે 1 લાખ રૂ. હું કમાઉ તો તેમાં ૫૦ હજારતો ખર્ચમાં જતા રહે.આ ખેતીથી પહેલા કપાસ, ઘઉં, જીરૂ વગેરે જેવા પાકો લીધા હતા.જ્યારથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે ત્યારથી જમીનમાં ઓર્ગનીક કાર્બનનું પ્રમાણ વધ્યું, ખર્ચ ઓછો અને નફો વધારે એટલે કે આમાં માત્ર અને માત્ર 10 ટકા જેટલો મજૂરીનો ખર્ચ છે બધી જ વસ્તુઓ આપણને ઘરે જ મળી રહે છે.રાસાયણિક ખેતી કરતાં પ્રાકૃતિક ખેત પેદાશોના ભાવ વધુ મળવા લાગ્યા.મકાઇ, ઘંઉ, તળબુચ, મગફળી અને બાજરી જેવા પાકો કરૂ છું.દેશી ગાયનાં ગૌમુત્ર તેમજ ગોબરમાંથી જીવામૃત, ઘન-જીવામૃત, બીજામૃતનો ઉપયોગ કરું છું.આ ઉપરાંત, રોગ અને જીવાત માટે બ્રમ્હાસ્ત્ર, નીમાસ્ત્ર, તેમજ દર્શપરણી અર્ક અને ફૂગનાશક માટે દેશી ગાયની છાસનો ઉપયોગ કરું છું.જો ખેડૂત ખેતીને પોતાનો વ્યવસાય ગણી સમય આપે અને આયોજન કરે તો આ ખેતી ખુબ જ નફાકારક છે.આ સાથે પાણીની બચત પણ ખુબ જ જરૂરી છે.આ માટે મારી ટોટલ જમીનમાં હું ડ્રીપ દ્રારા જ ખેતી કરૂ છું.રસાયણીક ખેતી થકી હવે કેન્સર જેવી જીવલેણ બીમારીઓ ફેલાઇ છે જમીન બીનઉપજાઉ બની છે.આ તમામ સમસ્યાઓનુ કોઇ હલ છે તો આ પ્રાકૃતિક ખેતી જ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.