મામા-ભાણિયાને નડ્યો અકસ્માત:તલોદના અહમદપુરા ગામ પાસે ઝાડ સાથે બાઇક ટકરાતાં ભાણેજનું મોત

હિંમતનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડાના મહેમદાવાદના મામા-ભાણિયાને અકસ્માત નડ્યો
  • મામા ઘાયલ, બંને અંબાજીથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા

ખેડા જિલ્લાના મહેમદાવાદના મામો-ભાણિયો મંગળવારે સાંજે બાઈક લઈને અંબાજી દર્શન કરી બુધવારે પરત ફરવા દરમિયાન તલોદના અહમદપુરા ગામ નજીક રોડની સાઈડમાં ઝાડ સાથે બાઈક ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાણિયાને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થતા કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે મામાને હિંમતનગર સિવિલમાં રિફર કરવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ખેડાના મહેમદાવાદ તાલુકાના મુવાડીવિસ્તાર વણસોલ(સુઢા) ગામના શૈલેષકુમાર ચંદ્રસિંહ ચૌહાણ અને તેના મામા અરવિંદસિંહ કનુસિંહ ડાભી (રહે નાનીમૂડેલ તા.કઠલાલ જી.ખેડા) બંને જણા તા. 06-09-22 ના રોજ સાંજે 7:30 વાગ્યા ના સુમારે મોટા અંબાજી દર્શન કરવા બાઈક નંબર જીજે-09-સીએચ-2972 લઈને ઘેરથી નીકળ્યા હતા.

ત્યારબાદ બુધવારે બપોરે બે અઢી વાગ્યાના સુમારે શૈલેષ કુમારે ઘેર ફોન કરીને જાણ કરી હતી કે બંને જણા દર્શન કરી ઇડર આવી પહોંચ્યા છે અને સાંજ સુધીમાં ઘેર આવી જશે તથા બાઇક તે ચલાવી રહ્યો છે. ત્યારબાદ બપોરે પોણા ત્રણેક વાગ્યાના સુમારે 108કર્મીનો શૈલેષકુમારના ભાઈ ઉપર ફોન ગયો હતો અને બંને જણાનું બાઈક તલોદ તાલુકાના અહમદપુરા ગામની સીમમાં રોડની સાઈડમાં આવેલ લીમડાના ઝાડ સાથે ટકરાતા ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડ્યા ની જાણ કરવામાં આવી હતી.

જેને પગલે શૈલેષકુમારના પિતા અને સંબંધીઓ દોડી આવ્યા હતા જ્યાં તલોદ સિવિલમાં શૈલેષકુમારનું મોત નિપજ્યાની અને અરવિંદસિંહ ડાભીને હિંમતનગર સિવિલમાં રિફર કરાયાની ખબર પડી હતી. મૃતકના પિતા ચંદ્રસિંહ ઉર્ફે ચંદુસિંહ રેવાભાઇ ચૌહાણની ફરિયાદને આધારે તલોદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...