વિવાદ:તમારા કારણે અમારા કુટુંબના વ્યક્તિને ઓછા મત મળ્યા હતા કહી માર માર્યો

હિંમતનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરના વાસણા ગામમાં ઘટના, 2 સામે ગુનો

હિંમતનગર તાલુકાના વાસણા ઝૂંપ ગામમાં રવિવારે સવારે ખેતરમાંથી પરત આવી રહેલ વ્યક્તિને બે શખ્સોએ તમારા કારણે અમારા કુટુંબના વ્યક્તિને ઓછા મત મળ્યા હતા કહી લાકડીઓ ફટકારતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વાસણા ગામના રંગુસિંહ ચૌહાણ તારીખ 8/01/23 ના રોજ સવારે સાડા દસેક વાગ્યાના સુમારે ખેતરમાંથી ઘેર આવી રહ્યા હતા ત્યારે તેમના ગામના દિલીપસિંહ જવાનસિંહ ચૌહાણ અને પોપટ સિંહ જવાનસિંહ ચૌહાણ હાથમાં લાકડીઓ લઈને આવ્યા હતા અને તમારા કારણે અમારા કુટુંબના સુરેશ સિંહ ને સરપંચની ચૂંટણીમાં ઓછા મત મળ્યા હતા કહીને ચોકમાં જ લાકડીઓથી માર મારવા માંડ્યા હતા. જવાનસિંહ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...