આવેદન:ઝારખંડમાં તીર્થ ક્ષેત્રમાં માંસ અને દારૂના વેચાણ પર પ્રતિબંધ લાદો

હિંમતનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇડર સમસ્ત જૈન સમાજનું પ્રાંતઅધિકારીને આવેદન

ઝારખંડ રાજ્ય સરકાર તરફથી ઝારખંડમાં આવેલ જૈન સમાજના સર્વોચ્ચ શાશ્વત તિર્થરાજ સમ્મેદશિખરજી તિર્થ ક્ષેત્ર પારસનાથ પર્વતરાજ ક્ષેત્રને વન્ય જીવ અભ્યારણ્ય તરીકે જાહેરાત કરીને પર્યાવરણ પર્યટન તથા ગૈરધાર્મિક ગતિવિધિઓની મંજૂરી આપવામાં આવી છે.

જેથી પર્વતની પવિત્રતા તથા તેની જૈન ધર્મની ઓળખને નષ્ટ થાય તેવા કાર્યોની અનુમતિ કેન્દ્રીય વન મંત્રાલય દ્વારા જાહેર કરાતાં તેના વિરોધમાં સમસ્ત જૈન સમાજ ઇડર દ્વારા ઇડર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી પારસનાથ પર્વતરાજ તથા મધુવન ક્ષેત્રને માંસ-મદિરાના સંપૂર્ણ વેચાણ પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે.

મુધવન ક્ષેત્રને જૈન તીર્થ સ્થળ તરીકે જાહેર કરવામાં આવે, પર્વતરાજ વંદના માર્ગ ઉપર હાલમાં ગેરકાયદેસરનું દબાણ દૂર કરવામાં આવે, પ્લાસ્ટીકના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવે તેમજ યાત્રી રજીસ્ટેશન તથા યાત્રી સામાન ચકાસણી કરાવવા સ્કેનર સહિતની ચેકપોસ્ટ, સોલાર લાઇટ અને શુદ્ધ પીવાના પાણીની સુવિધાઓ કરવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...