14 જાન્યુઆરી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી થનાર છે. આ પર્વની અનુલક્ષીને સાબરકાંઠા જિલ્લામાં ચાઈનીઝ દોરી અને ટુક્કલ ઉપયોગ કરવો વેચવા, ખરીદવા સહિત તેને લગતા વિવિધ પ્રતિબંધો માટે કલેકટરે 14 દિવસનું જાહેરનામું 2 જાન્યુઆરીએ બહાર પાડ્યું છે.
ઉત્તરાયણના પર્વના દિવસે શહેરી, ગ્રામ્ય વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર ગૌપાલકો દ્વારા જાહેરમાં ઘાસચારાનું વેચાણ તથા ઘાસચારો ખરીદ કરીને જાહેર રસ્તા ઉપર ગાયોને ખવડાવતા હોય છે. જેના કારણે જાહેર માર્ગો ઉપર ગાયો તથા બીજા પશુઓ દ્વારા ટ્રાફિક થતો હોય છે. પતંગ ઉડાડવા માટે નાયલોન અથવા અન્ય સીન્થેટીક મટીરીયલ અથવા સીન્થેટીક પદાર્થથી કોડેડ કરેલ હોય અને નોન-બાયોડીગ્રેડેબલ હોય તેવા દોરાનો ઉપયોગ કરતા હોય છે. આ દોરાઓ એકદમ ધારદાર હોવાના કારણે કોઈ વ્યક્તિને શરીરના કોઈ ભાગ ઉપર ઘસાવાથી શરીર ઉપર કાપાઓ પડે છે. જેના કારણે શારીરિક ગંભીર ઈજાઓ તેમજ કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિનું મોત નિપજ્યા સુધીના ગંભીર બનાવો પણ બનતા હોય છે. તેમજ પક્ષીઓને ઇજાઓ થવાના અને તેના મોતના બનાવો પણ બને છે.
જિલ્લામાં કોઈપણ વ્યક્તિએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર રસ્તા તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા નહિ. સાથે જનતાની ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા નહિ. તો જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરીજનક લખાણો લખી પતંગ ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે લાંબા ઝંડાઓ, વાંસના બંબુઓ, લાંબી વાંસની પટ્ટીઓ, લોખંડના કે કોઈપણ ધાતુના તારના લંગર બનાવવા નહિ. શેરીઓ,ગલીઓ જાહેર રસ્તાઓ ઉપર દોડા દોડી કરવી નહિ તો ટેલીફોન કે ઇલેક્ટ્રોનિકના તાર ઉપર વાંસડાઓમાં લોખંડ કે કોઈપણ ધાતુના તાર લંગર નાખવા અને ભરાયેલ પતંગ કે દોરી કાઢવા નહિ. તો પ્લાસ્ટિક, પાકા સિન્થેટિક મટીરીયલ, ટોક્સિન મટીરીયલ, કાચ પાઉડર તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરી, નાયલોન, ચાઈનીઝ દોરી, પાકા દોરા તથા પ્લાસ્ટિક બનાવટના દોરાના ઉત્પાદન, આયાત, ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવો નહિ અને તેનો ઉપયોગ કરી પતંગ પણ ઉડાડવા નહિ. તો ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્ન, સ્ક્યાય લેન્ટર્નના ઉત્પાદન આયાત, ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા નહિ ઉડાડવા પણ નહિ. મેટાલીક બેઝડ થ્રેડસ તથા ઓડિયો મેગ્નેટિક ટેપના પણ ઉપયોગ નહિ કરવાનો પ્રતિબંધ ફરમાવ્યો છે.
કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો હુકમ 15 જાન્યુઆરી 2023 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ 188 તથા જી.પી.એક્ટ 1951ની કલમ-177,131 મુજબ શિક્ષાને પાત્ર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.