હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં શોભાયાત્રા પર હુમલો થયા બાદ ન્યાયમંદિર વણઝારા વાસ ઉપર સતત બે દિવસ બનેલ હુમલાના બનાવો અંતર્ગત બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસંધાને પોલીસ સમક્ષ હાજર થયેલ વણઝારાવાસના તમામ 8 આરોપીઓના જામીન મંજૂર થયા હતા.
સમગ્ર પ્રકરણની ટૂંકમાં વિગત એવી છે કે તા.10 અને 11-04-22 ના રોજ હસનનગર વણઝારાવાસમાં થયેલ રાયોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 17 શખ્સોના નામજોગ અને 100 જેટલા હિન્દુ મુસ્લિમ ટોળાં સામે ફરિયાદ નોંધાઇ હતી.
તે પૈકી બે દિવસ અગાઉ 1. નરસિંહભાઇ જીવાજી વણઝારા 2. સંજય ઉર્ફે જન્ગુ મગનજી વણઝારા 3. સુનીલ લાદુજી વણઝારા 4. અજય બદાજી વણઝારા 5. કરણ લાખાજી વણઝારા 6. સૂરજભાઇ વાઘાજી વણઝારા 7. વિજયભાઇ માંગીલાલ વણઝારા 8. અર્જુન ઉર્ફે અનીલ તેજાજી વણઝારા (તમામ રહે.વણઝારાવાસ હસનનગર, હિંમતનગર) ના નામ ગુનામાં નોંધાયેલ હોઇ પોલીસે અટકાયત કરી હતી. આ તમામને કોર્ટમાં રજૂ કરતાં તમામના જામીન મંજૂર કરાયા હોવાનુ બી ડિવિઝન પીઆઇ એ.વી.જોષીએ જણાવ્યુ હતું.
સ્પષ્ટતા:તા.04-08-22 ના રોજ હિંમતનગર આવૃત્તિમાં શરતચૂકથી રામનવમીની શોભાયાત્રા પર હુમલો અને હિંમતનગર રામનવમીની શોભાયાત્રા પર હુમલો કરનાર 8 ઝડપાયા હેડીંગ છપાતાં હિન્દુ સમાજની લાગણી દુભાઇ છે આ 8 શખ્સોએ શોભાયાત્રા પર હુમલો કર્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.