હડતાળ:GSTના વિરોધમાં સાબરકાંઠાના માર્કેટયાર્ડોમાં શનિવારે હરાજી બંધ

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુરૂવારે રેલી કાઢી કલેક્ટરને આવેદન આપવાનું આયોજન

સાદા - લૂઝ પેકીંગમાં જીએસટી વસૂલવાનો નિર્ણય કરાયા બાદ વિવિધ વેપારી એસોસીએશન દ્વારા વિરોધ શરૂ થઇ ગયો છે અને ગરૂવારે રેલી કાઢી કલેક્ટરને આવેદન પત્ર આપ્યા બાદ શનિવારે જિલ્લાભરના માર્કેટ યાર્ડોના વેપારીઓએ હરાજીથી અળગા રહી હડતાળનું એલાન કર્યું છે.

5 ટકા જીએસટી દર અમલી બનાવાતા ચોમેરથી વિરોધ શરૂ થઇ ગયો છે હિંમતનગર ગ્રેઇન એન્ડ સીડ્સ મર્ચન્ટ એસોસીએશનના પ્રમુખ કાન્તીભાઇ કે. પટેલે જણાવ્યુ કે સાદા - લૂઝ પેકીંગમાં અનાજ કરીયાણાનો વેપાર કરતા નાના વ્યવસાયીઓની સ્થિતિ કફોડી બનશે નવા જીએસટી નંબર લેવા પડશે. 500 રૂપિયાની વસ્તુ પર 25 રૂ. ભરવા પડશે તેના અનુસંધાને શનિવારે માર્કેટ યાર્ડના વેપારીઓ હરાજીથી અળગા રહી હડતાળ પાડનાર છે.

અન્ય સમાચારો પણ છે...