પ્રાંતિજમાં CMની ઓચીંતી મુલાકાત:ભાજપના કાર્યાલય પર CM ભૂપેન્દ્ર પટેલે 20 મિનીટ સુધી જનતા સાથે ચર્ચા કરી, કાર્યકર્તાના ઘરેથી આવેલી ચા ની ચૂસકી લીધી

સાબરકાંઠા (હિંમતનગર)6 દિવસ પહેલા

રાજ્યમાં વિધાનસભાની ચુંટણી માટે ઉમેદવારો ગામે ગામ ચુંટણી પ્રચાર કરી રહ્યા છે. તો પોતાના મત વિસ્તારમાં કાર્યાલય પણ શરૂ થઇ ગયા છે. પ્રચાર કાર્ય જોરમાં ચાલી રહ્યું છે, ત્યારે બુધવારે મોડી રાત્રે રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ પ્રાંતિજમાં ભાજપના કાર્યાલય પર અચાનક આવી ગયા અને 20 મીનીટનું રોકાણ કરી જનતા સાથે વાતો કરીને ચા ની ચૂસકી લઈને પરત ગાંધીનગર રવાના થયા હતા.

હાલમાં ઉમેદવારોનો ચુંટણી પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે ચુંટણીનો માહોલ જામ્યો નથી તેને લઈને તમામ રાજકીય પક્ષો અસમંજસમાં છે. ત્યારે બુધવારે રાત્રે પ્રાંતિજ વિધાનસભાના ભાજપાન ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારના પ્રાંતિજમાં ભાખરિયા વિસ્તારમાં આવેલ કાર્યાલયની મુલાકાતે અચાનક રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ કાફલા સાથે આવી ગયા હતા. તો કાર્યાલય પર ઉમેદવાર સહીત કાર્યકર્તા અને હોદ્દેદારો તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ 20 મિનીટનું રોકાણ કરી જનતા સાથે વાતો કરી હતી. તો કાર્યકર્તા અને બાળકો સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો હતો. તો રોકાણ દરમિયાન કાર્યકર્તાના ઘરેથી આવેલ ચા ની ચૂસકી લીધી હતી અને તો ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમાર અને પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણ સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ પરત કાફલા સાથે ગાંધીનગર રવાના થયા હતા.

CM પ્રાંતિજમાં અચાનક આવ્યા છે જે વાત નગરમાં પ્રસરી ગઈ હતી. પરંતુ નગરજનોને વિશ્વાસ નહોતો આવ્યો. પરંતુ સાચી વાત હોવાનું જાણ થતા નગરજનો કાર્યાલય ખાતે દોડી આવ્યા હતા. ભાજપ કાર્યાલય બહાર ઉમટી પડેલા નગરજનો, કાર્યકર્તા અને જનતા સામે ભૂપેન્દ્ર પટેલ સાથે ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમાર અને જયસિંહ ચૌહાણ જોડે રહ્યાં હતા. તો નગરજનો પર તમે પ્રથમ વખત આવ્યા છો કહીને વાતચીત કરી હતી.

તો આ અંગે ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ કાર્યાલય પર આવ્યા હતા. 20 મીનીટનું રોકાણ કર્યું હતું અને કાર્યકરના ઘરેથી આવેલ ચા ની ચૂસકી લીધા બાદ જનતા સામે બેસી વાતચીત કર્યા બાદ કાફલા સાથે ગાંધીનગર રવાના થયા હતા.

અન્ય સમાચારો પણ છે...