છેલ્લા કેટલાક સમયથી મોટાભાગના તમામ સમાજ સમૂહલગ્ન મામલે એક મત બની ખર્ચ ઘટાડી સમયની બચત કરવાના ભાગરૂપે સમૂહલગ્નનું આયોજન કરતા રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી ઇડર તાલુકાના ચૌધરી સમાજ સામૂહિક લગ્નોત્સવમાં એક રૂપ ન બનતા સમૂહલગ્ન અસ્તિત્વમાં આવ્યા ન હતા ત્યારે એક બેઠક હોટલમાં ઇડરના ચિત્રોડાના હસમુખભાઈ તલસીભાઈ પટેલ દ્વારા સમાજને એક રૂપ બનાવવા માટે એક બેઠકથી શરૂ થયેલ સામૂહિક લગ્નોત્સવનો વિચાર સામાજીક બદલાવ બનવા જઈ રહ્યો છે.
જે અંતર્ગત હવે મોટાભાગના ગામડાઓમાં સમૂહલગ્ન મામલે ચૌધરી સમાજ એકમત બની રહ્યો છે ત્યારે ગત રાત્રિએ ઇડરના મોટાકોટડા ગામે પણ બેઠક યોજાઇ હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા અને તેમણે પણ સામૂહિક લગ્નોત્સવમાં હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.
જોકે આ અગાઉ મુડેટી ગામે પણ સંપૂર્ણ સહમતિ દર્શાવી હતી તેમજ ચૌધરી સમાજના અન્ય સાત જેટલા ગામડાઓ સમૂહ લગ્ન મામલે સમર્થન આપતા 38 વર્ષ બાદ ચૌધરી સમાજ ફરી એકવાર સામૂહિક લગ્નોત્સવ મામલે એક બને છે ત્યારે જોવું એ રહે છે કે સામાન્ય વિચાર સામાજિક બદલાવ બનવા તરફ જઈ રહ્યો છે ત્યારે અન્ય સમાજો પણ ચૌધરી સમાજની સમૂહ લગ્નોત્સવ મામલે થયેલ એકરૂપતાને વધાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.