પોલીસ પરિવાર દ્વારા માતાજીને ધજા ચઢાવાઈ:ખેડબ્રહ્મામાં માતાજીના મંદિરે પોલીસ બેન્ડ સાથે જીલ્લા પોલીસ વડાએ પરિવાર સાથે ધજા ચઢાવી

સાબરકાંઠા (હિંમતનગર)18 દિવસ પહેલા

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમને લઈને પરંપરા મુજબ પોલીસ પરિવાર તરફથી પોલીસ બેન્ડ સાથે જીલ્લા પોલીસ વડાએ માતાજીના મંદિરે શિખર પર પ્રદક્ષિણા કરી પરંપરા મુજબ ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી.તો જીલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાએ જણાવ્યું હતું કે, ધજા ચઢાવવાની કરેલી શરૂઆતને મેં નિભાવી છે અને હું પરિવાર સાથે અને મારા પોલીસ પરિવાર પરંપરા મુજબ પોલીસ બેન્ડ સાથે વાજતે ગાજતે ધજા સાથે મંદિરે પહોચી બોલ માંડી અંબે જય જય અંબે ના નાદ સાથે ધજા સાથે પ્રદક્ષિણા કરી ધજા ચઢાવી હતી. જેને લઈને મને આનંદ છે અને મેં પરંપરા મુજબ પ્રથમ વખત ધજા ચઢાવી છે. એ પણ પોલીસ પરિવાર સાથે એટલે પરિવારનો આનંદ આસ્થા સાથે બેવડાયો છે અને દર્શન કરી ધન્યતા અનુભવી છે.

ભાદરવી પુનમની સાંજે જીલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાએ સહ પરિવાર અને સાથે પોલીસ પરિવાર સાથે હિંમતનગરથી ખેડબ્રહ્મા પહોચ્યા હતા. જ્યાં એસટી બસ સ્ટેશના પાસેથી પૂજન અર્ચન બાદ ધજા હાથમાં લીધી હતી. ત્યારે નેજા યાત્રાના સારથી પણ પોલીસ બેન્ડ હતું અને પછી ડીજે તો આમ નેજાયાત્રા નીકળી હતી. સાથે સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજી જોડાઈ હતી. તો એક હાથમાં ધજા સાથે માતાજીના ગરબા સાથે નેજા યાત્રા નીકળી હતી. સાથે ઇડર નાયબ પોલીસ અધિક્ષક ડી.એમ.ચૌહાણ, એલસીબી પીઆઈ એમ.ડી.ચંપાવત, એસઓજી પી.એલ.વાઘેલા અને પીએસઆઈ કોમલ રાઠોડ સાથે અધિકારીઓ પણ જોડાયા હતા.

યાત્રા સાથે પોલીસ પરિવાર પણ અબીલ ગુલાલની છોડો ઉડાડીને ભક્તિમય થઇ ગયો હતો. યાત્રા માતાજીના મંદિરે પહોચી હતી અને સોનાના સિહાસન પર બિરાજમાન કમળની સવારી પર જગત જનની જગદંબા માતાજીના મંદિરની ધજા સાથે પોલીસ વડા સહીત પરિવારે પોલીસ બેન્ડ સાથે પાચ વાર પ્રદક્ષિણા કર્યા બાદ મંદિરના શિખર પર ધજા ચઢાવી હતી. ત્યારબાદ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આમ પરંપરા મુજબ પોલીસ પરિવારે ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીના મંદિરે ધજા અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...