સાબરકાંઠા જીલ્લાના હિમતનગરના મહેતાપુરામાં હાથમતી નદી કિનારે આવેલું છે પૌરાણિક ઝરણેશ્વર મહાદેવ મંદિરે જ્યાં માત્ર શ્રાવણ નહિ પરંતુ 365 દિવસ થાય છે દાદાને 25 કિલો ફૂલોનો શણગાર, અને દર સોમવારે થાય છે શિવજીના ભજન. દરરોજ સાંજે ઉજ્જૈન જેવી ઔલોકિક આરતી પણ કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં તો મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉભરાય છે. મંદિર નજીક ઝરણું વહેતું હતું એટલે નામ પડ્યું ઝરણેશ્વર મહાદેવ પરંતુ સમય જતા ઝરણું પણ સુકાઈ ગયું છે. આજે પણ ભક્તોની ઝરણેશ્વર મહાદેવના પર અપાર શ્રદ્ધા છે.
દિવસના 4 હજારના ફુલોથી શણગાર કરાય છે
ઝરણેશ્વર મહાદેવનું મંદિર જે પૌરાણિક છે અને હાથમતી નદી કિનારે આવેલું છે. મંદિર તો આ મંદિરમાં શિવજીને દરરોજ સાંજે 25 કિલો ગલગોટા, ગુલાબ, કમળ સહિતના ફૂલોથી શણગાર કરવામાં આવે છે, એ પણ એક....બે...ત્રણ નહિ પરતું 365 દિવસ. આ શણગાર જેનો ખર્ચ રોજનો ત્રણ થી ચાર હજાર થાય છે. તો મહિનાનો એક લાખ તો 365 દિવસના રૂપિયા 12 લાખના ફૂલોથી શિવજીનો શણગાર થાય છે. તો શણગારમાં પણ અલગ અલગ ભગવાનના રૂપના દર્શન જોવા મળતા હોય છે અને શણગારને જોયા બાદ તમારી નજર પણ હટતી નથી અને જોયા જ કરો શણગાર તેવો હોય છે. શિવજીનો શણગાર તો મંદિરમાં દર સોમવારે શિવજીના ભજનો ભજન કરે છે. તો શ્રાવણ માસના ચાર સોમવારે પ્રખ્યાત કલાકરો શિવજીને રિઝવે છે. ભજનોથી તો સાંજની આરતી કે પહેલા ધૂપ આરતી ભૂંગળ,ઘંટના રણકાર અને નગારાના નાદ વચ્ચે ઉજૈજન જેવી અલૌકિક આરતી ત્યાર બાદ દીપ આરતી અને પછી ઝરણેશ્વર દાદાના ભક્તો તાળીથી શિવજીને આજીજી કરે છે.એટલે જ જાણે કે દરેક દર્શનાર્થીઓ શણગારના દર્શન અને આરતી કરવાનું ચુકતા નથી.
દરેક તહેવારની ઉજવણી ધામધૂમથી કરાય છે
શ્રાવણ માસની વાત કરીએ તો ચાર સોમવારે પ્રખ્યાત કલાકારો કંઠે ગવાય છે ભજન તો સવારે આરતી બાદ ઓમ નમઃશિવાય સાથે ભક્તો ચડાવે છે. દાદાના શિવલિંગનો ભવ્ય શણગાર તો શ્રાવણ માસમાં ઝરણેશ્વર મહાદેવનું મંદિર ભક્તો અને દર્શનાથીઓથી ઉભરાય છે. તો ઝરણેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રી અને જન્માષ્ટમીનો ભવ્ય મેળો ભરાય છે અને ગુરુપૂર્ણિમાની ઉજવણી પણ અહી ધામધુમથી થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.