ભાજપમાં ભડકો:અશ્વિન કોટવાલને જીતવું હોય તો રમીલાબેન બારાનો સપોર્ટ લેવો પડશે, ટ્વીટથી ખળભળાટ

હિંમતનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાયરલ સ્ક્રીનશોટ - Divya Bhaskar
વાયરલ સ્ક્રીનશોટ
  • ભરત નામના ટ્વીટર એકાઉન્ટ હેન્ડલ પરથી પીએમને ટ્વીટ કરાયું
  • વિજયનગર તાલુકા ભાજપ પ્રમુખ મયુર શાહનું પણ નામ આવતાં પોલીસમાં ફરિયાદ આપી

ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલને જીતવું હોય તો રમીલાબેન બારા અને વિજયનગર તાલુકા ભાજપ પ્રમુખ મયુર શાહનો સપોર્ટ જરૂરી હોવા અંતર્ગત કોઈ ભરત નામના ટ્વીટર હેન્ડલ પરથી થયેલ ટ્વીટથી ખળભળાટ મચી ગયો છે અને સામાન્ય લાગતા વસ્તુ વિષયે જોતજોતામાં એટલું ગંભીર સ્વરૂપ પ્રાપ્ત કરી લીધું કે મયુરભાઈ શાહે વિજયનગર પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ પણ આપી દીધી છે.

ખેડબ્રહ્મા બેઠક પર અશ્વિન કોટવાલના ભાજપ પ્રવેશ પછી જિલ્લાની ચારેય બેઠક પર વિપરીત પરિણામ આવશે તો તેના માટે ભાજપનો આંતરિક જૂથવાદ, અહમ જેવા પરિબળો જ જવાબદાર હશે એવું સૌ કોઈ માની રહ્યા છે અને આવી જ મનોસ્થિતિમાં ભરત નામના ટ્વિટર ઉપભોક્તાએ પોતાના ટ્વીટર પર ભાજપના સાંસદ રમીલાબેન બારા અને વિજયનગર તાલુકા ભાજપ પ્રમુખ મયુર શાહ સપોર્ટ કરે તો જ અશ્વિન કોટવાલ આ બેઠક જીતી શકે એવા મતલબનો નરેન્દ્ર મોદીને કરેલ ટ્વીટ વાયરલ થતાં સ્થાનિક રાજકારણમાં હડકંપ મચી ગયો છે.

ટ્વીટના સ્ક્રીનશોટ વાયરલ થયા બાદ વિજયનગર તાલુકા ભાજપ પ્રમુખ મયુરકુમાર પી. શાહને જાણ થતાં તા.23-11-22 ના રોજ કોઈ અજાણ્યા શખ્સે તેમને અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરી હોઇ સાયબર ક્રાઇમ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ આપી હતી સમગ્ર મામલે મયુરકુમાર શાહે જણાવ્યું કે વિજયનગર પોલીસને લેખિતમાં ફરિયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...