ડુંગરપુર નજીક રેલ્વે બ્રીજ પર બ્લાસ્ટ:અસારવા-ઉદેપુર ટ્રેનને થંભાવી દેવાઈ; 650 મુસાફરોને બસમાં રવાના કરાયા, રાજસ્થાન ATSએ તપાસ હાથ ધરી

સાબરકાંઠા (હિંમતનગર)3 મહિનો પહેલા

13 દિવસ પહેલા અસારવાથી ઉદેપુર ટ્રેન સેવાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયો હતો. જેને લઈને અમદાવાદથી ઉદેપુર મુસાફરો માટે આશીર્વાદ રૂપ બની હતી. ટ્રેન દમિયાન રવિવારે ડુંગરપુર નજીક અજાણ્યા શખ્સોએ ખારવા ચાંદ અને જાવર રેલ્વે સ્ટેશન વચ્ચે આવેલા બ્રીજ પર રાત્રી દરમિયાન બ્લાસ્ટ કરી રેલ્વે પાટાને નુકશાન પહોચાડવામાં આવ્યું હતું. જે તાત્કાલિક જાવર પોલીસને જાણ થતા ઘટના સ્થળ પહોચી ગઈ હતી. વહેલી સવારે અસારવાથી ઉદેપુર જતી ટ્રેનને ડુંગરપુર નજીક બપોરે 12 વાગે અટકાવી દેવામાં આવી હતી અને મુસાફરોને બસ મારફતે રવાના કરવામાં આવ્યા હતા.

અમદાવાદ-ઉદેપુર મીટરગેજ ​​​​​​ટ્રેનને રોકવાની ફરજ પડી
આ અંગેની મળતી માહિતી મુજબ અમદાવાદથી ઉદેપુર મીટરગેજ લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કરાયા બાદ ગત 30મી ઓક્ટોમ્બરના સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસારવાથી ઉદેપુર ટ્રેનને લીલીઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો. જે દરમિયાન નિયમિત રીતે આ રેલ સેવા શરુ થતા અમદાવાદથી ઉદેપુર તરફ અને ઉદેપુરથી અમદાવાદ તરફ આવતા મુસાફરો માટે આ ટ્રેન સેવા ખુબજ લાભદાયી બની હતી. પરંતુ રવિવારે સવારે અસારવાથી નીકળેલી ઉદેપુર ટ્રેન હિંમતનગર બાદ ડુંગરપુર 10ઃ15 વાગે પહોચ્યા બાદ રોકવાની ફરજ પડી હતી. ત્યારબાદ 12ઃ10 ડુંગરપુર રેલ્વે સ્ટેશન માસ્તરને રદ કરવાની ફરજ પડી હતી.

650 મુસાફરોને બસમાં બેસાડી મોકલી દેવામાં આવ્યા
ડુંગરપુર રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્તર અશોકજીએ જણાવ્યું હતું કે, રવિવારે સવારે ડુંગરપુર રેલ્વે સ્ટેશન પર 10ઃ12 મીનીટે પહોંચી હતી અને 12ઃ10 ટરમીનેટ કરવામાં આવી હતી. ઉદેપુર રેલ્વે નહીં જતા સાંજે 07ઃ05 મીનીટે ડુંગરપુરથી અસારવા પરત ટ્રેન જશે તો ઉદેપુર જવા વાળા 650 મુસાફરોને બસમાં બેસાડી મોકલી દેવામાં આવ્યા છે અને ભાડું પણ રીફંડ આપવામાં આવ્યું છે. કારણ એ છે કે, ખારવા ચાંદા અને જાવર વચ્ચે પુલ પર બ્લાસ્ટ થયો છે. પુલ પર પાટાનું કામકાજ ચાલે છે તો 13 દિવસ પહેલા નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપી અસારવા-ઉદેપુર ટ્રેન શરુ કરાઈ હતી. પુલ પર ઉડાડી દેવાની ઘટનાને લઈને ટ્રેન રોકી દેવાઈ છે તો પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ જાવર પોલીસ સ્ટેશનમાં ગુનો નોધવામાં આવ્યો છે અને તપાસ રાજસ્થાન એટીએસને સોપવામાં આવી છે. હાલમાં તપાસ માટે સ્થળ પર પહોચી ગઈ હોવાનું રેલ્વેના સુત્રો દ્વારા સમાચાર મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...