સાબરકાંઠા જિલ્લાના આઠમાંથી પાંચ તાલુકામાં લમ્પી વાયરસના દસ કેસ નોંધાયા છે, જેને લઈને પશુ વિભાગ પણ હરકતમાં આવ્યું છે. તો લમ્પી વાયરસને લઈને પશુ વિભાગ પાસે સાત હજાર રસીઓ છે તો ત્રણ હજાર રસીના ડોઝ ઈડરના પાંજરા પોળમાં ગાયો માટે આપવામાં આવ્યા છે. હાલમાં પશુ પાલન વિભાગ પાસે દસ હજાર રસીના ડોઝ છે, તો સાબરડેરી પાસે 50 હજાર રસીના ડોઝ હોવાનું જાણવા મળ્યું હતું.
ગઈકાલે સોમવારે લમ્પી વાયરસના 10 કેસ બહાર આવ્યા
રાજ્યમાં લમ્પી વાયરસની શરૂઆત થઈ ત્યારથી જિલ્લામાં સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યો હતો. જેને લઈને ગઈકાલે સોમવારે લમ્પી વાયરસના 10 કેસ બહાર આવ્યા છે. તો લમ્પી વાયરસ થયો છે તેવા પશુઓને અલગ રાખવામાં આવ્યા છે. આ અંગે પશુ પાલન વિભાગે પણ સાવચેત રહેવા માટે પશુપાલકોને જણાવ્યું છે અને પશુઓને ગંદકીથી દુર રાખવા જણાવ્યું હતું. તો ઇડર તાલુકાના કાનપુર, માનગઢ, ઉમેદપુરા અને માનપુર ગામમાં એક-એક કેસ મળી ચાર કેસો, તલોદના સલાટપુરમાં બે કેસો, હિંમતનગરના કાટવાડમાં બે કેસો, ખેડબ્રહ્માના મટોડામાં એક અને પોશીનાના ગાંધીસણ કમ્પામાં એક કેસ નોંધાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.