નાસતો ફરતો આરોપી ઝડપાયો:હિંમતનગરથી હળવદ પોલીસ સ્ટેશનમાં પોક્સોના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ

સાબરકાંઠા (હિંમતનગર)17 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાંથી હળવદ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને પોક્સોના ગુનામાં નાસતા ફરતા આરોપીને બી ડિવિઝન પોલીસે ઝડપી લઇ હળવદ પોલીસને સોંપ્યો.

આ અંગેની વિગત એવી છે કે, વિધાનસભાની ચૂંટણીને લઈને જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાની સૂચના મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડવાની સુચનાને લઈને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એ.વી.જોશીના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફના કૃષ્ણસિંહ કાળુસિંહ, રાકેશભાઈ વિનુભાઈ, હરપાલસિંહ જશવંતસિંહ, પ્રવિણસિંહ લાલસિંહ, ધરમવીરસિંહ દિલીપસિંહ, અને કીર્તિરાજસિંહ કિરીટસિંહને મળેલી બાતમીના આધારે હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં ચાની લારી પર 34 વર્ષીય માધવસિંહ પ્રભાતસિંહ રાઠોડ જે હળવદ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને પોક્સોના ગુનામાં નાસતો ફરતો હતો. તેને ઝડપી લઇને ડિટેન કર્યા બાદ હળવદ પોલીસને સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...