હિંમતનગરના બગીચા વિસ્તારમાં રહેતા યુવકે વ્યાજખોરોના ત્રાસથી એકાદ માસ અગાઉ જીવન ટૂંકાવી લેવાના પ્રકરણમાં મૃતકની પત્નીએ સા.કાં. એસ.પી.ને આવેદન આપી ગેરકાયદે ધીરધારનો ધંધો કરતા શખ્સો ઉપર પોલીસ કેમ રહેમ નજર રાખી રહી છે અને આજદિન સુધી અટકાયત કેમ નથી કરીનો વેધક પ્રશ્ન પૂછ્યો હતો.
બગીચા વિસ્તારમાં રહેતા ભાર્ગવકુમાર બાબુલાલ ગોહિલે ગત તા.04-05-22 ના રોજ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લેતા તેમની પત્ની મીતાબેને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા.14-05-22 ના રોજ યોગેશભાઇ મહેતા, ભરતભાઇ બારોટ, ભરતભાટ (વકીલ) જયપાલસિંહ ટલ્લી બાપુ, વીકે મકવાણા, વાહીદ અને અાઝાદ ભાટ નામના શખ્સો વિરૂદ્વ પઠાણી ઉઘરાણી કરી મરવા સુધીનું દુષ્પ્રેરણ કરવા અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી પોલીસે એક મહિના જેટલો સમય વિતી જવા છતાં એકપણ આરોપીની અટકાયત કેમ નથી કરી અને રહેમ નજર રાખવા પાછળનો હેતુ શું છે જેવા વેધક પ્રશ્નો સાથે સા.કાં. એસ.પી.ને આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરતા ખળભળાટ મચી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.