સાબરકાંઠા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ દ્વારા શનિવારે ટીડીઓને આવેદનપત્ર આપી ઇ-ગ્રામ કોમ્પ્યુટર સાહસિકોને સમાન કામ સમાન વેતનની માગણીઓ દોહરાવી ફરી એકવાર હડતાળની ચીમકી ઉચ્ચારાઇ હતી. ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળના નેજા હેઠળ તા. 07-05-22 ના રોજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે તા. 27-10-21ના રોજ મુખ્યમંત્રી સાથે બેઠક થયા બાદ પગાર ધોરણની માગણીનું નિરાકરણ લાવવા સૂચના અપાઇ હતી.
પરંતુ પંચાયત વિભાગ દ્વારા આઠ મહિના થઈ જવા છતાં આ બાબતે કોઇ અમલ ન કરી ઇ-ગ્રામ સોસાયટી એસએલઇ માતર દ્વારા ખાનગીકરણના મુદ્દા લાવી વીસીઇની માગણીઓ બાબતે કોઈ નિરાકરણ ન આવે તેવા પ્રયાસ થઇ રહ્યા છે વીસીઈ ને એક રૂપિયો પણ પગાર અપાતો નથી કમિશન પ્રથા બંધ કરી ફિક્સ વેતન અપાવુ જોઈએ વીસીઈનું નર્યું શોષણ કરાઇ રહ્યું છે અને અધિકારીઓ દબાણ કરીને રજાના દિવસે અને રાત્રે પણ કામ કરાવી રહ્યા છે.
સાબરકાંઠા વીસીઈ મંડળના મહામંત્રી ચેતનસિંહે આક્રોશ ઠાલવ્યો હતો કે અમોએ ટીડીઓને આવેદનપત્ર આપ્યું છે અને અમારી માગણીઓ નહીં સંતોષાય તો આગામી તા. 11-05-22થી અચોક્કસ મુદતની હડતાળ પર જવાના છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.