માગણી:ઇડરના 11 ગામોના તળાવો ગુહાઈ જળાશય યોજનાથી ભરવા આવેદન

ઇડર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇડરના 11 ગામોના તળાવ ગુહાઈ યોજનાથી ભરવા આવેદન - Divya Bhaskar
ઇડરના 11 ગામોના તળાવ ગુહાઈ યોજનાથી ભરવા આવેદન
  • 12 વર્ષ જૂની માગણીને સંતોષવા 11 ગામોના લોકો એકઠા થયા

ઇડર તાલુકાના 11 ગામોના તળાવને ગુહાઈ જળાશય યોજનાથી ભરવા માટે 12 વર્ષ જૂની માંગણીને પગલે ભુવેલ, ચડાસણા, ઈસરવાડા, દરામલી, હિંગળાજ, ભેટાલી, કપોડા, ડુંગરી, હિંમતપુર, માનગઢ તથા નાની વાડોલના ગામોના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ઈડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ હતું.

ઇડરના 11 ગામના લોકોએ મામલતદાર કચેરી, ધારાસભ્ય હિતુકનોડીયા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે 12 વર્ષ થી 11 ગામના લોકો ગામના તળાવ ગુહાઈ જળાશય યોજનાથી ભરવાની માંગ કરી રહ્યા છે, વર્ષ 2009 માં પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરાઇ હતી પરંતુ ઉકેલ આવતો નથી. હિંમતનગર સિંચાઈ યોજના વર્તુળ વિભાગ દ્વારા ગાંધીનગર નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગને લેખિતમા મંજૂરી આપવા જાણ કરાઇ હતી. તેમ છતાં કામગીરી ચાલુ ન કરતાં લોકો રોષે ભરાયા છે.

અન્ય સમાચારો પણ છે...