પ્રવચન:ક્રોધથી અનેક લોકોના ઘર સ્મશાન બન્યા છે: મુનિરાજ

હિંમતનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન મહાવીરે મૌન અને ક્ષમા બતાવી જગત પર ઉપકાર કર્યો છે

શ્રી મહાવીરનગર શ્વે.મૂ.પૂ. સંઘના આંગણે સવારે 9 થી 10:30 કલાકે પ્રવચનનું આયોજન કરાયું છે. મુનિરાજ શ્રી જ્ઞાનનોદયવિજય મ.સા. ક્રોધાગ્નિ વિષય પર ક્રોધથી થતા નુકસાન અને તેનાથી બચવાના અનેક ઉપાયો બતાવ્યા હતા. દુનિયાના તમામ ધર્મો ક્રોધ વિરોધી છે જેમ અગ્રિ સ્વયં બળે - બીજાને પણ ભેદભાવ વિના બાળે તેમ ક્રોધ પણ બાળક, યુવાન, વૃદ્ધ, ગરીબ, શ્રીમંત, પુરૂષ, સ્ત્રી, શેઠ-નોકર, વેપારી-કર્મચારી, સજ્જન-દુર્જન, સાધુ - સંસારી તમામને બાળે છે.

જેમ વિશ્વમાં રોગો બીમારી અનેક પરંતુ સૌથી વધુ દયાપાત્રએ અંધ મનુષ્ય છે. તેમ ક્રોધી વધુ દયાપાત્ર. સાયન્સ પણ માને છે કે ગુસ્સો કરવાથી જ્ઞાનતંતુઓ જે મગજમાં આવેલા છે તેને ખૂબ જ હાનિ પહોંચે છે. હાર્ટ, ડાયાબીટીશ, બીપીના પેશન્ટને ડોક્ટરો પણ ક્રોધ ગુસ્સાને છોડવાની સલાહ આપે છે. કૂતરા જેવા પ્રાણીને ક્રોધ આવે ત્યારે ખૂબ જ ભસે છે. ગુસ્સા પર નિયંત્રણ કરવા અસમર્થ બને છે જ્યારે માણસ પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખી શકે છે. ક્રોધથી અનેક લોકોના ઘરો સ્મશાન જેવા બની છે ઘરમાં ક્લેશ કંકાસ કજીયો વેર વિરોધ ક્રોધના કારણે સર્જાય છે

. ભગવાન મહાવીરે ક્રોધ નામના મહારોગના અકસીર ઉપાય ક્ષમા મૌન બતાવી જગત ઉપર ઉપકાર કર્યો છે. ગુસ્સામાં માણસ શું બોલે છે ? શું વિચારે છે ? શું કરે છે ? તેની ખુદને ખબર હોતી નથી. જેમ કોઇના શરીરમાં ભૂત પ્રવેશ કરે પછી તે ધમાલ કરે છે તેને પણ ખ્યાલ હોતો નથી. આધુનિક વિજ્ઞાને ઘણા રોગોની દવાઓ શોધી છે પરંતુ ક્રોધ મહારોગની દવા તેની પાસે નથી. જગતના તમામ જીવોનું કલ્યાણ કરનારા ત્રીજા મહાવીરે આ ઓસડની આપણને અમૂલ્ય ભેટ આપી છે તે દવા લઇને આપણે સૌ આત્મકલ્યાણ કરીએ તેવી પ્રાર્થના.

અન્ય સમાચારો પણ છે...