બોધ:દુ:ખી મનના કારણે આપણને આનંદ મળતો નથી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુનિ શ્રી જ્ઞાનોદય વિજયજી અને મુનિ શ્રી પંચામૃત વિજયજીનું પ્રવચન

એક શહેરમાં મોટી ફેક્ટરીનો માલિક પોતાની પ્રોડક્ટ અલગ અલગ વસ્તુઓના માર્કેટીંગ માટે સેમ્પલ લઈને અલગ અલગ વેપારીઓને મળવા જતો હતો. જ્યારે કોઈને મળવા માટે જાય ત્યારે પોતાના સેક્રેટરીને હંમેશા સાથે રાખતો હતો મોટા શહેરના ઓર્ડરની આશા સાથે એક દિવસ મોટા વ્યાપારીને મળવા જવાનું હતું.

સેક્રેટરીને સાથે લઈને એ પેલા મોટા વ્યાપારીને ત્યાં પહોંચ્યો વેપારીને આવવાની થોડી વાર હતી એટલે એ બંને સ્વાગત કક્ષમાં બેઠા માલિકને ક્યાંકથી ગંદી વાત આવતી હોય એવું લાગ્યું એમણે આસપાસ જોયુંતો સ્વાગત કક્ષતો ચોખ્ખો ચટ હતો ચારેબાજુ આસપાસ મોઢું ફેવરીને તેણે નજર નાખી તો થોડીવારમાં તેને અંદાજ આવી ગયો કે સેક્રેટરીના પગમાં મોજામાંથી જ પેલી ગંદી વાસ આવે છે. એમણે સેક્રેટરીને કહ્યું કોઈ મોટા માણસને મળવા જઈએ ત્યારે જરા ધ્યાન રાખતો હોયતો! તારા પગના આ જૂના-ગંદા ગોબળા મોજા વાસ મારી રહ્યા છે.

આપણા ધંધા પર તેની માટે અસર પડી શકે છે. બન્ને વચ્ચે વાત ચાલુ હતી ત્યાં જ એક માણસે આવીને સમાચાર આપ્યા કે શેઠ આજે આવી નહીં શકે. મળવા માટે આપને કાલે બોલાવ્યા છે. કારખાના ના માલિકને પણ હાશકારો થયો અને તેણે પોતાના સેક્રેટરી ને કહ્યું આપણા નસીબ સારા છે કે આપણને આજે મળવાને બદલે કાલે મળવા માટે બોલાવ્યા છે. હવે કાલે તારા આ ગંદા-દુર્ગંધવાળા મોજાને ફેંકી દેજે અને નવા મોજા પહેરીને આવજે બીજા દિવસે માલિક અને સેક્રેટરી ફરીથી પેલા મોટા વ્યાપારીને મળવા ગયા. સ્વાગત કક્ષમાં બેઠા અને ગઈકાલે જે બધબુ આવતી હતી.

તે જ દુર્ગંધ આવવાની શરૂઆત થઈ માલિક કે આંખો ત્રાસી કરીને સેક્રેટરી સામે જોયુ, તે સમજી ગયો એટલે હસતા-હસતા તે બોલ્યો "માલિક! આજે હું નવા મોજા પહેરીને આવ્યો છું. જુઓ! આ તેનુ બિલ પણ સાથે જ લાવ્યો છું, જેથી તમને ખબર પડે, એક વધુ પુરાવો પણ છે મારી પાસે! આ જુઓ! ગઈકાલે મેં જે મોજા પહેર્યા હતા તે મોજા પણ ખિસ્સામાં સાથે જ લાવ્યો છું.

જેથી આપણને ખાતરી થાય કે મેં પહેરેલા મોજા નવા જ છે. આપણું દુઃખી મન આ ગંધાતા મોજા જેવું જ છે જેને આપણે બધે જ સાથે લઈને ફરીએ છીએ, ભગવાન પાસે પહોંચ્યા પછી પણ એ પવિત્ર વાતાવરણનો આનંદ આવતો નથી કારણ કે પેલું દુઃખી મન સુખોના સ્થાનોમાં પણ સાથે ને સાથે જ હોય છે. દુઃખી મનને આપણાથી સળગું કરતા જ નથી. તેથી "દુનિયામાં ક્યાંય આનંદ મળતો નથી એવી ફરિયાદો કરતા ફરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...