નારી વંદન ઉત્સવની ઉજવણી:ઇડરની મહિલા આર્ટસ કોલેજમાં મહિલા સુરક્ષા દિવસ અને ઘરેલું હિંસા અધિનિયમ 2005 અંગે જાગૃતિ સેમીનાર યોજાયો

સાબરકાંઠા (હિંમતનગર)9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્હાલી દીકરી યોજના,બેટી બચાવો બેટી પઢાવો,સુકન્યા યોજના જેવી યોજનાઓની માહિતી આપવામાં આવી
  • લીગલ એડવોકેટ દ્વારા મહિલા સુરક્ષા અને ઘરેલું હિંસા અધિનિયમ 2005 અંગે માહિતી આપવામાં આવી

રાજ્યભરમાં 1 ઓગષ્ટથી 7 ઓગષ્ટ દરમિયાન સાત દિવસ નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે સોમવારે સાબરકાંઠા જીલ્લાના ઇડરની મહિલા આર્ટસ કોલેજમાં જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા સુરક્ષા દિવસ અને ઘરેલું હિંસા અધિનિયમ 2005અંગે જાગૃતિ સેમીનાર યોજાયો હતો. સાત દિવસ દરમિયાન મહિલાઓની સુરક્ષા,સલામતી,મહિલા સશક્તિકરણ સહિતના વિવિધ દિવસની ઉજવણી થશે. ત્યારે આજે સોમવારે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી
આ કાર્યક્રમમાં સાયબર ક્રાઈમના પીઆઈ જે.એ.રાઠવા જણાવ્યું હતું કે સ્ત્રી થકી સમગ્ર માનવજીવનનું અસ્તિત્વ જળવાઈ રહ્યું છે.પરંતુ સ્ત્રીઓને છેડતી તથા ઘરેલું હિંસા જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.આ સમસ્યાઓનો યોગ્ય નિકાલ માટે સરકાર ધ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.જેના થકી મહિલાઓ સુરક્ષિત રહી શકે તો આ અંગે દેવાંગભાઈ સુથાર ધ્વારા ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજના,વ્હાલી દીકરી યોજના,બેટી બચાવો બેટી પઢાવો,સુકન્યા યોજના જેવી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

મહિલા સુરક્ષા અને ઘરેલું હિંસા અધિનિયમ 2005 અંગે માહિતી અપાઈ
સેમિનારમાં ઇડર કોર્ટના લીગલ એડવોકેટ દ્વારા મહિલા સુરક્ષા અને ઘરેલું હિંસા અધિનિયમ 2005 અંગેની માહિતી આપી હતી.હેતલબેન સુતરીયા ધ્વારા ૧૮૧ અભયમ વિષયક માહિતી આપવામાં આવી હતી.આ સેમિનારમાં જીલ્લા પંચાયતસદસ્ય અનસુયાબેન ગામેતી જીલ્લા સંગઠન મંત્રી મીનાબેન ગઢવી,તાલુકા કારોબારી અધ્યક્ષ દક્ષાબેન ચૌધરી,મહિલા પીએસઆઈ નીલમબેન ગઢવી,દહેજ પ્રતિબંધક અધિકારી શ્રીમતી મેઘાબેન ગોસ્વામી,પીબીએસસી કૌન્સીલાર ચેતનાબેન વૈધ,વીએમકે તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...