સાબરડેરીનું મતદાન જાગૃતિ અભિયાન:અવસર 2022ને લઈ દૂધની થેલી સહિતની ચીજવસ્તુઓ પર 'ચાલો સંકલ્પ લઈએ, અવશ્ય મતદાન કરીએ' ની અપીલ કરવામાં આવી

સાબરકાંઠા (હિંમતનગર)4 દિવસ પહેલા

સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. ત્યારે આ દિવસે વધુમાં વધુ મતદારો પોતાનો અમૂલ્ય મત આપે અને લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બને તે ઉદ્દેશ્યથી વહીવટી તંત્ર દ્વારા અનેક મતદાન જાગૃતિ કાર્યક્રમો થઈ રહ્યાં છે. ત્યારે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા અમૂલ દૂધના પાઉચ ઉપર મતદાન જાગૃતિ અંગે અવસર લોકશાહીનો- “ચાલો સંકલ્પ લઈએ, અવશ્ય મતદાન કરીએ”-ની અપીલ કરવામાં આવી છે.

આ આભિયાન દ્વારા ઘરે-ઘેર આ દૂધના પાઉચ થકી પહોંચીને લોકોને મતદાન અંગે જાગૃત કરી શકાય. દરેક વ્યક્તિને મતદાન કરવા પ્રેરણા મળે તેમજ મતદાનના દિવસે પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના અવસરમાં પોતે સહભાગી બની લોકશાહીની સૌથી મોટી ફરજ નિભાવી શકે તેને લઈને જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...