• Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • An Accused Who Has Been On The Run For A Year In The Crime Of Theft Was Caught In Sabarkantha; An Accused Of The Theft That Happened 6 Days Ago Was Also Caught

તસ્કરો પર પોલીસની બાજ નજર:સાબરકાંઠામાં ચોરીના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો; 6 દિવસ પહેલા થયેલી ચોરીનો એક આરોપી પણ ઝડપાયો

સાબરકાંઠા (હિંમતનગર)23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા એલસીબીની ટીમે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ખેડબ્રહ્મા બસ સ્ટેશન પાસેથી ઝડપી લીધો હતો. હિંમતનગર એ ડિવિઝન પોલીસે છ દિવસ પહેલા બંધ મકાનમાં ચોરી કરનારા ત્રણ આરોપી પૈકી એક આરોપીને હિંમતનગરમાંથી બાતમીના આધારે તાત્કાલિક બસ સ્ટેન્ડ પર પહોંચ્યા હતા

બાતમીના આધારે તાત્કાલિક બસ સ્ટેન્ડ પર પહોંચ્યા હતા
લોકલ ક્રાઈમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. એસ.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ PSI પી.જે. દેસાઇ, સ્ટાફના વિક્રમસિંહ, સનતભાઈ, પ્રકાશભાઈ, વિજયભાઈ , અમૃતભાઈ, અનિરુદ્ધસિંહ, પ્રહર્ષકુમાર, ગોપાલભાઈ કાળાજી સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન સનતભાઇ તથા ગોપાલભાઇને બાતમી મળી હતી કે, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં એક વર્ષથી ચોરીના નાસતા ફરતા દેવા હરથા ઉર્ફે હરથા પારઘી ખેડબ્રહ્મા બસ સ્ટેશન વિસ્તારમાં આવ્યો છે. જે બાતમીના આધારે તાત્કાલિક બસ સ્ટેન્ડ પર પહોંચ્યા હતા. જ્યાં બાતમીવાળો ઇસમ ઉભો હતો. જેની પૂછપરછ કરીને તેની ધરપકડ કર્યા બાદ ખેડબ્રહ્મા પોલીસને સોપવામાં આવ્યો હતો.

એક બાઈક અને શંકાસ્પદ ત્રણ માણસો જોવા મળ્યા
​​​​​​​
આ અંગેની વિગત એવી છે કે, 6 દિવસ પહેલા જલારામ મંદિર પાસે રહેતા દિવ્યાંગ ભોગીલાલ સુથારના બંધ મકાનનું તાળું તોડી સોના-ચાંદીના દાગીના અને રૂ. 7 હજારની રોકડ સહીત 1 લાખ 11 હજાર 68ની મત્તાની ચોરી થઇ હતી. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોર્ડ દ્વારા નેત્રમ કમાન્ડ કંટ્રોલની મદદથી સીસીટીવી તપાસ કરતા એક બાઈક અને શંકાસ્પદ ત્રણ માણસો જોવા મળ્યા હતા.

આરોપી પાસેથી દાગીના સહિત રોકડ રકમ રૂ. 3000 મળી આવી
તે આધારે જયેન્દ્રસિંહ, દિગ્વિજયસિંહ, વિક્રમસિંહ, હરપાલસિંહ, જ્ઞાનદીપસિંહ અને કલ્પેશકુમાર તપાસમાં હતા. તે દરમિયાન જયેન્દ્રસિંહ અને દિગ્વિજયસિંહને મળેલી બાતમીના આધારે મહાવીરનગરના કેનાલ ફ્રન્ટ નજીક રોડ પર બાઈક સાથે બેસેલા ઇસમ હિંમતનગરના બસ સ્ટેન્ડ સામે આવેલા ગુરુનાનકનગરમાં રહેતો ધન્નુંસિંગ કપૂરસિંગ સરદાર હતો. જેની અંગ ઝડતી લેતા તેના પાસેથી સોનાની વીંટી, ચાંદીના છડા, રોકડ રકમ રૂ. 3000 મળી આવી હતી.

ફરાર બે લોકોને પોલીસે પકડવાના ચક્રો ગતિમાન કર્યા
​​​​​​​​​​​​​​જેને લઈને પુછપરછ કરતા તેને જલારામ મંદિર પાસે બંધ મકાનમાં દહેગામના મિત્ર જુગલસિંગ, બચુસિંગ સરદાર અને તેનો મિત્ર રાજુસિંગ એમ ત્રણેય મળી ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. આરોપીઓએ ચોરી કર્યા બાદ ભાગ પાડી દીધા હતા, જેમાં ઝડપાયેલા ઈસમ પાસે ભાગમાં આવેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ 3000 હજાર મળી રૂ. 30 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે રૂ 50 હજારની બાઈક, એક મોબાઈલ અને ચોરીના સમાન સહિત રૂ. 80 હજારનો મુદ્દામાલ કબજે લઈને બાકીના ફરાર બે લોકોને પોલીસે પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...