LCB પોલીસની કામગીરી:પ્રોહીબીશનના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને વિજયનગરથી ઝડપી પાડ્યો

સાબરકાંઠા (હિંમતનગર)22 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી

સાબરકાંઠા જીલ્લાના વિજયનગરના નજીકથી એલસીબીએ પ્રોહીબીશનના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતા આરોપીને ઝડપી લીધો હતો અને વિજયનગર પોલીસને સોપ્યો હતો.

આ અંગે LCBના પીઆઈ એમ.ડી.ચંપાવતે જણાવ્યું હતું કે, જીલ્લા પોલીસ વડાની સૂચનાને લઈને નાસતા ફરતા આરોપીઓની તપાસ તેજ કરવામાં આવી છે. જેને લઈને વિજયનગર તરફ પીએસઆઈ એસ.જે. ચાવડા અને સ્ટાફ વિક્રમસિંહ, સનતકુમાર, અમૃતભાઈ, પ્રહર્ષકુમાર, વિજયભાઈ, પ્રકાશભાઈ, અનિરુદ્ધસિંહ અને કાળાજી પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, વિજયનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી વિજયનગરના બીએસ.એન.એલ.ત્રણ રસ્તે ઉભો છે.

જેને લઈને એલસીબીની ટીમ વિજયનગર બીએસ.એન.એલ. ત્રણ રસ્તે પહોચી હતી. બાતમીવાળા શખ્સને ઝડપી લઈને પૂછ પરછ કરતા તેનું નામ મહિપાલ ઉર્ફે મહેન્દ્ર કમલચંદ લબાના રહે. આડીવલી, રાવજી ફળા, તા.ખેરવાડા, જી.ઉદેપુર રાજસ્થાનનો હોવાનું જણાવ્યું હતું. એલસીબીએ તેને 41(1) આઈ મુજબ પકડી અટકાયત કરી વિજયનગર પોલીસ સ્ટેશને સોપ્યો હતો. બીજી તરફ વિજયનગર પોલીસે પ્રોહીબીશનના ગુનામાં અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...