અકસ્માતમાં એકનું મોત બે ગંભીર:હિંમતનગરના ધાણધા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો; બી-ડીવીઝન પોલીસને જાણ થતા કાર્યવાહી હાથ ધરી

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના ધાણધા પાસે મંગળવારે બપોરના સમયે બે બાઈક સામ સામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તો બે યુવકોને ગંભીર ઈજાઓ થતા 108માં સારવાર અર્થે ખસેડાયા હતા. તો બી-ડીવીઝન પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના ઇન્દ્રનગરમાં રહેતો દિલીપ પ્રજાપતિ પોતાનું બાઈક લઈને ઘરેથી નીકળ્યો હતો. દરમિયાન હિંમતનગર-ઇડર રોડ પર આવેલા ધાણધા નજીક દરગાહ સામે અંદાજે 1 વાગ્યાની આસપાસ હિંમતનગર અને જામળાના બે બાઈકો સામ-સામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. તો અકસ્માતમાં બાઈક ચાલક દિલીપ ઉર્ફે છોટુ સોહનલાલને શરીરે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તો બીજી તરફના જામળાના 45 વર્ષીય કેતન પ્રવિણ વણકર અને તેજપુરાનો 45 વર્ષીય ભરત ગોવિંદ ચેનવાને શરીરે ગંભીર ઈજાઓ થતા 108 સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. તો અકસ્માત અંગે બી-ડીવીઝન પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...