ચૂંટણીમાં એસટી બસોની ફાળવણી:સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી માટે 252 બસોની ઇવીએમ, વિવિપેટ સહિત કર્મચારીઓ માટે કરાઈ ફાળવણી

સાબરકાંઠા (હિંમતનગર)10 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણીઓમાં ઇવીએમ મશીન, વીવીપેટ મતદાનને લગતી સામગ્રી તેમજ ચૂંટણી કામગીરીમાં જવાબદારી નિભાવતા પ્રિસાઇડીંગ અને પુલીંગ ઓફિસરોને રિસીવીંગ સેન્ટરોથી નિયત કરેલા સ્થળ મુકવા અને લાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એસ.ટી. વિભાગ પાસેથી એસ.ટી.બસોની માંગણી કરવામાં આવી હતી. જે અંતર્ગત 252 એસ.ટી. બસોની ફાળવણી કરવામાં આવી હોવાનુ એસ.ટી. વિભાગે જણાવ્યુ હતુ.

આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર, પ્રાંતિજ, ખેડબ્રહ્મા, ઇડર તેમજ અરવલ્લી જિલ્લાની બાયડ, મોડાસા અને ભિલોડા બેઠક માટે ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી 4 અને 5મી ડિસેમ્બરે વધુમાં વધુ બસોની ફાળવણી થાય તે માટે જિલ્લા ચૂંટણી શાખા દ્વારા માંગણી કરવામાં આવી હતી. ચૂંટણી કામગીરીમાં મુકાયેલા કર્મચારીઓ અને સામગ્રીની હેરફેર માટે એસ.ટી. બસનો ઉપયોગ થાય છે.

ઇવીએમ મશીન, વીવીપેટ, મતદાનને લગતી સામગ્રી તેમજ ચૂંટણીની કામગીરીમાં દરેક બુથમાં મુકવામાં આવેલા પ્રિસાઇન્ડીંગ ઓફિસરોને રિસીવીંગ સેન્ટરથી નિયત સ્થળે મુકવા અને પરત લાવવા માટે એસ.ટી. બસની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એસ.ટી. વિભાગ દ્વારા હિંમતનગર માટે 40, ઇડર માટે 30, ખેડબ્રહ્મા માટે 35, પ્રાંતિજ માટે 30, જ્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા માટે 36, મોડાસા માટે 43 અને બાયડ માટે 35 એસ.ટી. બસોની ફાળવણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...