આક્ષેપ:બડોલીની શુકન હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન બેદરકારીથી બાળકનું મોત નિપજ્યાનો આક્ષેપ

ઇડર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગનું અંધેર બહાર આવ્યું, લાયસન્સ બીજાનું અને સારવારનું કામ ભાડે આપ્યું
  • કમ્પાઉન્ડરની​​​​​​​ ભૂલના કારણે નવજાતનું મોત થયાનો મહિલાના પરિવારના ગંભીર આક્ષેપ

ઇડરના બડોલીમાં ડો. દક્ષેશ પટેલના પાટિયાવાળી શુકન હોસ્પિટલમાં રવિવારે રાત્રે કમ્પાઉન્ડરની બેદરકારીથી બાળકનું મોત થયા બાદ યેનકેન પ્રકારે સોમવારે ભોગ બનનાર પરિવાર સાથે સમાધાન તો થઈ ગયું પરંતુ આરોગ્ય તંત્ર ઘટનાના 24 કલાક બાદ પણ હરકતમાં આવ્યું નથી. ઇડર પોલીસ પણ આંટો મારી જતી રહ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે જે સૌથી મોટી તપાસનો વિષય બની રહ્યું છે. બડોલીમાં શુકન હોસ્પિટલ નામનું દવાખાનું છેલ્લા કેટલાય સમયથી ભગવાન ભરોસે ચાલી રહ્યું છે હોસ્પિટલના માલિક ડોક્ટરે ભિલોડાના ડો. કે પાલીતને હોસ્પિટલ ચલાવવા આપી છે.

ભોગ બનનાર પરિવારના કલ્પેશભાઈ મોહનભાઇ હડાતે જણાવ્યું કે રવિવારે રાત્રે એક વાગ્યે મારા ભાઈ ચીમનભાઈ હડાત અને કિસ્મતબેન વિજયનગરના ટોલડુંગરીથી બડોલી શુકુન હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યાં હાજર કમ્પાઉન્ડર મનીષભાઈએ બેનને દાખલ કરી દો કહી ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી. રાત્રિ દરમિયાન પ્રસૂતિની પીડા ઉપડયા બાદ ખૂબ મહેનત બાદ પણ ડિલેવરી ન થતા ધક્કો મારીને જન્મ કરાવવા પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન પ્રસૂતાની તબિયત બગડતા બીજા તબીબને જાણ કરાઈ હતી. ભિલોડાથી આવેલ તબીબે ઓપરેશન કરી ઉપરથી બાળક લેતા બાળક મૃત હાલતમાં જન્મ્યું હતું.

મહિલાના સગા વાલા દ્વારા કમ્પાઉન્ડર અને ડોક્ટરની ભૂલ ને કારણે બાળકનું મોત થાયનો આક્ષેપ લગાવી અન્ય સગાવહાલાને એકઠા કરી ભારે હોબાળો મચાવ્યો હતો.કલ્પેશભાઈએ ઉમેર્યું કે ઇડર પોલીસ પણ આવીને ગઈ છે. આ બાબતે હોસ્પિટલ માં હાજર ડૉ.કે.પાલિતને પૂછતા તેમણે જણાવ્યું હતું કે કોઈ ઈમરજન્સી હોય તો મને બોલાવવામાં આવે છે અને હું આવીને સારવાર કરતો હોઉ છું. આ બાબતે હોસ્પિટલના રજીસ્ટર્ડ માલિક ડોક્ટર દક્ષેશ નો ટેલીફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે દવાખાનું ચલાવવા ડો.પાલિતને આપી દીધું છે જેથી આ બાબતે મને કોઈ જાણકારી નથી કહી જવાબદારીથી હાથ ખંખેરી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...