હિમતનગરમાં ઉજજલ ભારત કાર્યક્ર્મ:UGVCL દ્વારા બધી જ સેવાઓ ઓનલાઇન થશે, ગ્રાહકોને ધક્કા નહિં ખાવા પડે

સાબરકાંઠા (હિંમતનગર)23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્ર્મ રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ડૉ.નલીન કાંન્ત ગાંધી ટાઉનહોલ ખાતે ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ તથા કૃષિ વિભાગ ગુજરાત રાજ્યકક્ષા મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઉજજલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય વિદ્યુત ક્ષેત્રે થયેલ પ્રગતિ અને વર્ષ 2047 સુધીની અપેક્ષાઓ પર આધારીત કાર્યક્રમ યોજાયો. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વીજ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

ગામડાઓમાં 24 કલાક વિજપુરવઠો આપવામાં આવ્યો
ગુજરાત રૂફટોપના માધ્યમ થકી ઘરે-ઘરે વિજ ઉત્પાદન કરી રહી વિજ ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે. જેનો શ્રેય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જાય છે. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે ગામડાઓને 24 કલાક વિજળી આપવાનો વિચાર વિધાનસભામાં રજૂ કર્યો. ત્યારે વિપક્ષે મજાક ઉડાવી તેના જવાબમાં મોદીજીએ જણાવ્યું કે, હું દિવસે સ્વપ્ન જોઉ છું રાત્રે નહીં અને શરૂ થઈ જ્યોતિ ગ્રામ યોજના. આ યોજના થકી ગામડાઓમાં 24 કલાક વિજપુરવઠો આપવામાં આવ્યો હતો. આજે ગુજરાતના 18,000 ગામડા અને 12,000 પેટા પરાઓને 24 કલાક વિજ પુરવઠો આપવાની સાથે ઉધોગોને પણ જરૂરી પુરવઠો મળી રહ્યો છે. ખેડૂતોને પણ આંઠ કલાક વીજ પુરવઠો મળે છે. આ સાથે ખેડૂતોએ પોતાના ખેતરમાં સોલર પ્લાન્ટ લગાવીને દિવસે વિજળી આપવાની સાથે વધારાની આવક કમાવા મોકો મળ્યો છે.

ખેતરમાં ડ્રોન સીસ્ટરમથી દવા-ખાતર છંટવાની શરૂઆત
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને પૂરૂ કરવા માટે અનેક યોજનાઓ બનાવામાં આવી રહી છે. જેમાં મકાઇ અને ચોખામાંથી ઇથોનલ બનાવવાનો પ્લાન વિચારણા હેઠળ છે. જેથી ખેડૂતોને આવક વધશે. ખેડૂતના ખેતરમાં ડ્રોન સીસ્ટરમથી દવા ખાતર છંટવાની શરૂઆત કરવામાં આવી રહી છે. જેથી ખેડૂતના સમયનો બચાવ થાય જેનું એક નિદર્શન ટૂંક સમયમાં આ વિસ્તારમાં કરવામાં આવશે. મંત્રીશ્રીએ વિજ કર્મિઓની ફરજ નિષ્ઠાને બિરદાવતા જણાવ્યું કે ભારે વરસાદ, પુર વાવાઝોડા જેવી ભયંકર પરીસ્થિતિમાં પણ આ કર્મિયોએ કામ કરી સતત વિજ પુરવઠો પુરો પાડ્યો છે.

UGVCL દ્વારા બધી જ સેવાઓ ઓનલાઇન
UGVCL ના MD પ્રભાવ જોષીએ જણાવ્યું હતું કે, અમારા કર્મચારીઓ દરેક સીઝનમાં 24 કલાક નિયત સમય મર્યાદામાં કામ કરે છે. ટૂંક સમયમાં UGVCL દ્વારા બધી જ સેવાઓ ઓન લાઇન થઈ જશે. જેથી નાગરીકોએ ઓફીસના ધક્કા નહી ખાવા પડે. સાથે જ વીજ લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...