બદલી:ઇડર સિવિલના તબીબની અમરેલી બદલી થયા બાદ પરત સા.કાં. કરાવી

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેર હિત પર રાજકીય હિત ભારે|12 દિવસમાં પોશીનાના દેલવાડામાં બદલી કરાવી
  • બદલી રદ કરાવવાની બીના સાબરકાંઠાના આરોગ્ય વિભાગમાં ચર્ચાનુ કેન્દ્ર બની છે

ઇડર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબની અમરેલી જિલ્લામાં જાહેર હિતના કારણસર બદલી કરાયા બાદ માત્ર 12 દિવસમાં પરત સાબરકાંઠા જિલ્લામાં બદલીનો હુકમ કરાવી લાવતાં જિલ્લાના આરોગ્ય વિભાગમાં જાહેર હિત પર રાજકીય હિત ભારે પડ્યાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. તબીબની બદલી 12 દિવસમાં પરત પોશીનાના દેલવાડા સીએચસીમાં પરત કરાઇ છે.

સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા.28- 06-22 ની અધિ સૂચનાથી ઇડર સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા વર્ગ-2 ના તબીબી અધિકારી ર્ડા. ગજેન્દ્ર શેરદાન ગઢવીની જાહેર હિતમાં અમરેલી જિલ્લા પંચાયતમાં બદલી કરાઇ હતી.

પરંતુ તબીબને સાબરકાંઠા જિલ્લામાં ફાવી ગયુ હોવાથી બીજા દિવસે આખે આખા સ્ટાફનું ડેલીગેશન બદલી બંધ કરાવવા ગાંધીનગર દોડાવ્યુ હતું. પરંતુ તેમાં પરિણામ મળે તેમ ન જણાતાં રાજકીય ગોડ ફાધરો મેદાને પડ્યા હતા અને આરોગ્યકર્મીઓના જણાવ્યાનુસાર જે જાહેરહિત ના કારણે અમરેલી બદલી કરવામાં આવી હતી.

તે જાહેર હિત મંત્રાલયના પત્રથી એવું ફેરવાયુ કે દસ જ દિવસમાં જાહેર હિત સાચવવા પરત સાબરકાંઠામાં બદલીનો આદેશ કરાયો અને તા.11-07-22 ના રોજ ર્ડા.ગજેન્દ્ર ગઢવી પોશીનાના દેલવાડા પીએચસીમાં હાજર પણ થઇ ગયા. બદલી રદ કરાવવાની બીના આરોગ્ય વિભાગમાં ચર્ચાનુ કેન્દ્ર બની છે અને કર્મચારીઓમાં પણ રાજકીય ઓથ હવે જરૂરી બની ગયાનો આક્રોશ વ્યક્ત થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...