પ્રામાણિકતા:પદયાત્રીનું હિંમતનગરમાં મોત થતાં 108ના કર્મીએ મૃતક પાસેથી મળેલ 12 હજાર-મોબાઈલ પરત કર્યા

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદનો 45 વર્ષીય પદયાત્રી રિક્ષામાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો

નડિયાદ તાલુકાના પીપલગ ગામના 45 વર્ષીય પદયાત્રી હિંમતનગર શહેરના ગિરધરનગરમાં પાર્ક કરેલ રિક્ષામાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યા બાદ તેમનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. મૃતક પાસેથી મળી આવેલ 12,950,મોબાઈલ પર્સ તેમના નાના ભાઈ મોડી રાત્રે હિંમતનગર આવી પહોંચતા પરત કર્યા હતા.

108 ના ડિસ્ટ્રીક્ટ મેનેજર જયમીનભાઈ પટેલે જણાવ્યું કે શનિવારે સાંજે 18:57 કલાકે હિંમતનગરના ગિરધરનગરમાં આવકાર હોસ્પિટલની સામે પાર્ક કરેલ રિક્ષામાં એક અજાણ્યો વ્યક્તિ બેભાન થઈ ગયો છે ના સમાચાર મળતાં 108 ની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને બેભાન શખ્સને હિંમતનગર સિવિલમાં ખસેડતા તબીબે મૃત જાહેર કર્યો હતો

108 ના ઇએમટી જયેશ પરમારને મૃતક પાસેથી એક મોબાઇલ અને રૂપિયા 12950 રોકડા મળી આવતા તેમણે મોબાઇલમાં ડાયલ કરેલ નંબરો પર સંપર્ક કરતા આ વ્યક્તિ નડિયાદ તાલુકાના પીપલગ ગામના પિયુષભાઈ ગોરધનભાઈ પટેલ (45) અને તા. 01-09-22ના રોજ નડિયાદ તાલુકાના પીપલગ ગામથી સંઘ સાથે અંબાજી પદયાત્રાએ નીકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને તેઓ ચાલતા ચાલતા આગળ આવી ગયાની જાણ થઈ હતી મૃતકના પરિવાર સાથે સંપર્ક થતારાત્રે તેમના નાના ભાઈ સચિનભાઈ હિંમતનગર આવી પહોંચતા EMT જયેશભાઈએ 12,950 અને મોબાઈલ પર્સ સુરક્ષિત પરત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...