સાબરકાંઠા જિલ્લાના ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં 14 માર્ચથી 29 માર્ચ 2023 દરમિયાન પરીક્ષા યોજાશે. જેને લઈને આયોજન અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યમાં બોર્ડની પરીક્ષાના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પોતાના ભવિષ્યની ચિંતા અને સારા ગુણ મેળવી ઉજ્જવળ કારકિર્દીની ઝંખના સાથે વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યાં છે. બીજી બાજુ વિદ્યાર્થીઓ નિર્વિઘ્ને અને સ્વસ્થ્ય, સુયોગ્ય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લાના વહીવટી તંત્રએ પણ કમરકસી છે. જેને અનુલક્ષીને કલેક્ટર કચેરી ખાતે પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.
જેમાં આ વર્ષે માર્ચમાં લેવાનારી બોર્ડની પરીક્ષામાં સાબરકાંઠા જિલ્લામાં ધો. 10ની 36 કેન્દ્રો પરથી 26,309 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં 04 કેંદ્રો પર 18 બિલ્ડીંગના 191 બ્લોક પરથી 3413 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે સામાન્ય પ્રવાહના 15,021 વિદ્યાર્થીઓ 20 કેંદ્રો પર 47 બિલ્ડીંગના 508 બ્લોક પરથી પરીક્ષા આપશે. આ બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન માટે એસ.એસ.સીના હિંમતનગર અને ઇડર ઝોન બનાવવામાં આવ્યા છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 15,021 અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ 3413 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 10ના કુલ 26,309 વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં તા. 14મી માર્ચથી 29 માર્ચ 2023 સુધી બોર્ડની પરીક્ષાઓ આપશે.
પરિક્ષા સમિતિની બેઠકમાં જિલ્લા પોલીસ વડા વિશાલકુમાર વાઘેલા, જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત વીજકંપની, એસ.ટી વિભાગ, શાળા મંડળના સંચાલકો સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.