આવકનું લક્ષાંક:અંબાજી મેળા માટે આજથી હિંમતનગર ડિવિઝનની વધારાની 200 ST દોડાવાશે

હિંમતનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 3 દિવસ 200 બસ દોડાવવાનું આયોજન, 2 કરોડની એક્સ્ટ્રા આવકનું લક્ષાંક

અંબાજીમાં ભાદરવી પૂનમે જતા પદયાત્રીઓને પરત વતનમાં લઈ જવા માટે એસટી તંત્ર સજ્જ થઈ ગયું છે અને હિંમતનગર ડિવિઝન દ્વારા અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડથી આજથી તા.03-09-22 શનિવારથી એક્સ્ટ્રા બસ દોડાવવાનું નક્કી કરાયું છે. પૂનમ સુધીના છેલ્લા ત્રણ દિવસ 200 બસ દોડાવવાનું અને ચાલુ વર્ષે 15 ટકા વધુ એટલે કે એક્સ્ટ્રા બસો થકી રૂ.1.95 કરોડની આવકનું લક્ષાંક નક્કી કરાયું છે.

તા.05-09-22 ભાદરવા સુદ દશમથી તા.10-08-22 પૂનમ સુધી ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે. અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડથી સાબરકાંઠા અરવલ્લી લુણાવાડા નડિયાદ તરફ જવા હિંમતનગર ડિવિઝન દ્વારા હિંમતનગર મોડાસા ઈડર માણસા બાયડ ખેડબ્રહ્મા ભિલોડા અને પ્રાંતિજ ડેપોની કુલ 200 બસ ફાળવાઇ છે.

હિંમતનગર ડિવિઝનની છેલ્લા બે વર્ષની આવક
વર્ષઆવક
20181,74,43,173
20191,67,30,748
2022લક્ષાંક 1,95,00,000
જીએમડીસી ગ્રાઉન્ડથી એસટીબસનું સંચાલન
તારીખબસસંખ્યા
03-0919
04-0935
05-0935
06-09109
07-09200
08-09200
10-09200
11-0940

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...