સરાહનીય કાર્ય:હિંમતનગરમાં એક્ટિવા ચાલકે પ્રમાણિકતા દાખવી, મહિલાનું મળી આવેલું પાકિટ પોલીસને આપી પરત અપાવ્યું

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા

હિંમતનગરના ટાવર પાસે રેલવે ઓવરબ્રિજ પર રસ્તા વચ્ચેથી એક્ટિવા ચાલકને પડી ગયેલું પાકિટ મળ્યું હતું. જેના પગલે ચાલકે પાકિટ લઈને હિંમતનગર એ ડીવીઝન પહોંચ્યા હતા. જ્યાં પોલીસે તપાસ કરી મહિલાનું પડી ગયેલું પાકિટ પરત આપ્યું હતું.

પાકિટ રેલવે ઓવરબ્રિજ પાસે પડી ગયું હતું
આ અંગેની વિગત એવી છે કે, મંગળવારે મોડી સાંજે છ વાગ્યાની આસપાસ હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં ગાયત્રી મંદિર રોડ પર આવેલી શિવશક્તિ પાર્કમાં રહેતી મહિલા તેમના બે બાળકો સાથે ટાવર ચોકમાં આવેલા શાકમાર્કેટમાં શાકભાજી લેવા ગયા હતા. જે પરત રિક્ષામાં બેસીની ઘરે જતા સમયે તેમનું પાકિટ રેલવે ઓવરબ્રિજ પર પડી ગયું હતું. જેમાં એક મોબાઈલ, સોનાની બે જોડી બુટ્ટી, રોકડ 5 હજાર રૂપિયા હતા.

પાકિટ હિંમનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશને આપ્યું
હિંમતનગરની રાજદીપ સોસાયટીમાં રહેતા કોન્ટ્રાકટર સંજીવકુમાર શ્રીવાસ્તવ એક્ટિવા લઈને આવતા હતા. ત્યારે ઓવરબ્રિજ પર રસ્તા વચ્ચે પાકિટ પડેલું જોયું હતું. જેને પગલે પાકિટ લઈને હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફના જયેન્દ્રસિંહ ઉદાવતને મળ્યા હતા. ત્યારબાદ પાકિટ ખોલી તપાસ કરી હતી. દરમિયાન મોબાઈલ પર મહિલાનો ફોન આવ્યો હતો. જે પોલીસે ઉપાડયો હતો અને તેમને એ ડીવીઝન પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. જ્યાં જયેન્દ્રસિંહની હાજરીમાં એક્ટિવા ચાલક સંજીવકુમારના હાથે મહિલાને તેમનું પાકિટ પરત આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...