કાર્યવાહી:મોડાસામાંથી 267.77 ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝબ્બે, વેપલો કરતા આરોપીને જેલ હવાલે કરાયા

મોડાસા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

બરવાળા અને રોજીદમાં લઠ્ઠાકાંડ સર્જાતા અરવલ્લી પોલીસ હરકતમાં આવી છે. જિલ્લામાં અને શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં માદક પદાર્થનો વેપલો કરતા લોકોને ઝબ્બે કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે એસ.ઓ.જી.એ મોડાસાની ચાંદ ટેકરીમાંથી રેડ કરીને એક રહેણાંક મકાનમાંથી માદક પદાર્થ ગાંજાનો 267.77 ગ્રામ જથ્થો ઝડપી પાડ્યો હતો અને તેનો વેપલો કરતા આરોપીને જેલ હવાલે કર્યો હતો.

ભાવનગરના બરવાળા અને રોજીદ ગામમાં લઠ્ઠાકાંડ સર્જાયા ટપોટપ લોકોના મોત થતાં અરવલ્લી પોલીસ હરકતમાં આવી હતી પોલીસે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં રેડ કરીને દેશી દારૂનો વેપલો કરતા બુટલેગરને પકડવા નું શરૂ કર્યું છે અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી એ મોડાસાના ચાંદ ટેકરી વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં અચાનક રેડ કરીને મકાનમાં ગેરકાયદે પાસ પરમીટ વગર વેચાણ અર્થે રાખવામાં આવેલો નશીલો માદક પદાર્થ ગાંજાનો 267.77 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે રૂ2677.70 નો મુદ્દામાલ કબજે લઇ આરોપી મહેદી હુસેન કાલુ ભાઇ મુલતાની રહે ચાંદ ટેકરી નૂરાની મસ્જિદ પાસે ઉસ્માનપુરા મોડાસા વિરુદ્ધ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીવી પટેલે ગુનો નોંધીને તેને જેલ હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...