હિંમતનગરના બસ સ્ટેન્ડ આગળથી 3 જીલ્લાના પોલીસ સ્ટેશનમાં લુંટ અને ધાડના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લઈ બી-ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. ત્યારબાદ ગાંધીનગર પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસને આરોપી સોપવામાં આવ્યો હતો.
પેટ્રોલિંગ દરમિયાન આરોપી ઝડપાયો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી મુખ્ય વાતાવરણમાં યોજાય તેને લઈને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસવડાએ સૂચના અપેલી છે. એ મુજબ એસઓજીના પીઆઇ એન.એન. રબારીના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીએસઆઇ કે.વી. ખાટ તથા સ્ટાફના ભાવેશ રામજીભાઈ, કાળુ દેવાભાઈ, અપેન્દ્રસિંહ નટવરસિંહ, રોહિત બાબુભાઈ, નિકુંજ નરસિંહભાઈ અને સુરતાનસિંહ જગતસિંહ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
આરોપી અગાઉ લુંટના ગુનામાં મોરબીના મિયાણામાં બે વખત ઝડપાયેલો હતો
દરમિયાન ભાવેશને મળેલી બાતમી આધારિત હિંમતનગર બસ સ્ટેશન આગળથી ગાંધીનગર જીલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશનમાં, આણંદના વાસદ પોલીસ સ્ટેશનમાં અને અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં ધાડ અને લુંટના કેસમાં 4 વર્ષથી ફરાર અકબર સિંધી હાલ રહે પ્રાંતિજ તાલુકાના ઓરણ ગામની સીમમાં આવેલો કમલેશ બાદશાહના કંપામાં અને મૂળ રહે, મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના વિજાપુરમાં રેલ્વે ફાટકની પાસેના રહેવાસીને ઝડપી લઈને બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપી દેવાયો હતો. ત્યારબાદ ગાંધીનગરના સાંતેજ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ આરોપી અગાઉ લુંટના ગુનામાં મોરબીના મિયાણામાં બે વખત ઝડપાયેલો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.