LCB પેટ્રોલિંગમાં ગુનેગારો ઝબ્બે:હિંમતનગરમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો; ઈડરમાં 84 બોટલ દારૂ સાથે કુલ રૂ. 4.48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠા (હિંમતનગર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા LCBએ જિલ્લામાં પેટ્રોલિંગ દરમિયાન હિંમતનગરમાંથી એટ્રોસિટીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો. બીજી તરફ ઈડરના મોહનપુર નજીકથી કારના ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ સાથે ચાલકને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પેટ્રોલિંગમાં એટ્રોસિટીના ગુનાનો આરોપી ઝડપાયો
PSI એલ.પી.રાણા અને સ્ટાફના હરપાલસિંહ, કલ્પેશકુમાર, સલીમ, જશુ, મિતરાજસિંહ, નિરીલકુમાર, રાજેશકુમાર સહીતનો સ્ટાફ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બાતમી આધારે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીના ગુનામાં નાસતો ફરતો આરોપી હિંમતનગરના ગીરધરનગર આવાસ યોજનામાં બ્લોક નંબર એન અને રૂમ નં 6માં રહેતા સતીશ ઉર્ફે જેકી શ્રવણ ભાટને ઝડપ્યો હતો. ત્યારબાદ તેને એ-ડીવીઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો.

કારને રોકી તેમાં તપાસ હાથ ધરી
સાબરકાંઠા LCB એ વિધાનસભાની ચુંટણીને લઈને જિલ્લામાં કોઈ ગેરકાયદેસર હેરાફેરીના થાય અને ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા જિલ્લા પોલીસ વડાની સુચના અનુસાર LCBના ઇન્ચાર્જ PI એસ.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વિક્રમસિંહ, વીરભદ્રસિંહ, સનત, અમરત, પ્રહર્ષકુમાર, વિજય, ગોપાલ, પ્રકાશ, અનિરુદ્ધસિંહ બાતમી આધારે ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોહનપુર રેલ્વે ફાટક પાસે વોચમાં હતા, તે દરમિયાન બાતમી વાળી ડસ્ટર કાર નં GJ-18-BD-7559ની ભિલોડા તરફથી આવતા તેને રોકી તેમાં તપાસ હાથ ધરી હતી.

કુલ રૂ. 4.48 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
કારમાં પાછળ આવેલ સીટની નીચે ગુપ્ત ખાનું બનાવેલું હતું તેને ખોલીને જોતા અંદરથી વિદેશી દારૂની 84 બોટલ કીમત રૂ. 47 હજારથી વધુની મળી આવી હતી. જેને લઈને મોબાઈલ ફોન એક અને રૂ. 4 લાખની કાર મળી કુલ રૂ. 4.48 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈને ચાલક રાજસ્થાનના ઉદેપુર જીલ્લાના સેમારી તાલુકાના બડાવલી ગામના 25 વર્ષીય પ્રેમકુમાર તેનુરામ ઉર્ફે તેજાજી કાનજી પટેલને ઝડપીને ઇડર પોલીસ સ્ટેશનમાં સોંપી ફરાર રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના દેવલ ગામડી ગામના હિતેશ રાજુજી કલાલ, અમદાવાદનો એક શખ્સ કે જે પ્રાંતિજ ટોલનાકા આગળ કાર રીસીવ કરવા ઉભો રહેલો તે સહીત ત્રણ સામે ઇડર પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો છે.

અન્ય સમાચારો પણ છે...