કાઉન્સેલિંગ:સાસુ-સસરાએ અડધી રાત્રે પરિણીતાને મારી કાઢી મૂકતાં અભયમે પિતાને સોંપી

હિંમતનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાસુ નાની નાની બાબતોમાં ઝઘડા કરી માર મારતાં

સાસુ અને સસરાએ મોડી રાત્રે પુત્રવધૂને માર મારી ત્રાસ ગુજારતાં બાળકીને લઈને ઘરની બહાર નીકળી ગયેલ પરિણીતાની વ્હારે અભયમ આવ્યું હતું અને મધ્યરાત્રિ બાદ પરિણીતાને તેના પિતાને બોલાવીને સુરક્ષિત સોંપવામાં આવી હતી.

સમગ્ર પ્રકરણની વિગત આપતાં 181 અભયમના કાઉન્સિલર સુરેખાબેન મકવાણાએ જણાવ્યું કે મોડી રાત્રે એક પરિણીતાને સાસુ સસરાએ મારમારતાં નાની દીકરી સાથે ઘર છોડી દઈ વેરાન જગ્યાએ ઉભી હોવાનો કોલ આવતાં તરત જ પરિણીતાને કોલ કરી સંપર્ક કરાયો હતો અને પ્રાથમિક માહિતી મેળવતા સાસુ નાની નાની બાબતોમાં ઝઘડા કરી માર મારતા હોવાનું જાણવા મળ્યું હતું અને મોડી રાત્રે પરિણીતાને મારમારતાં દીકરીને લઈ ઘેરથી નીકળી ગયા હતા અને વેરાન જગ્યાએ રોડ પર ગામની બહાર આવીને ઉભા રહ્યા હોવાનું જણાવતા તેમની સાથે વાતચીત ચાલુ રાખવામાં આવી હતી.

દરમિયાનમાં કેટલાક વાહન ચાલકો ઉભા રહી આ બહેન સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરતાં તેમની સાથે વાત કરવાનું કહેતા જતા રહ્યા હતા બિલકુલ ભયજનક સ્થિતિ હતી પરિણીતાની સાથે વાતચીત સતત ચાલુ રાખી નજીકમાં દેખાતા મંદિરનું બારણું ખોલી અંદર જતા રહેવા સલાહ આપી મંદિરનો દરવાજો અંદરથી બંધ કરાવી દીધો હતો. મોડી રાત્રે એકાદ વાગ્યે અભયમની ટીમ પીડિતા સુધી પહોંચી શકી હતી અને તેનું કાઉન્સેલિંગ કરી સાસરીમાં પરત જવા સલાહ આપતા પરિણીતાએ ના પાડતાં તેના પિતાનો સંપર્ક કરી પિયરમાં મોકલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...