આનંદની લાગણી:રિસાઇને પિયરમાં આવેલી યુવતીનું અભયમે લગ્નજીવન પાટે ચઢાવ્યું

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ કામધંધો કરતો ન હતો અને વહેમ રાખી મારઝૂડ કરતો હતો

પતિના ત્રાસથી બે વર્ષથી દીકરાને સાથે લઈ રીસાઇને પરત આવેલ યુવતીએ દીકરાને પિતા,દાદા અને દાદીની હૂંફ મળે તેવા આશયથી સાસરીમાં પરત જવા 181 અભયમની મદદ માંગતા અભયમની ટીમે પરણીતાની સાસરીમાં જઇ કાઉસેલિંગ કરી યુવતીનું સાસરીમાં પુનઃસ્થાપન કરતા આનંદની લાગણી પ્રસરી હતી.

181-અભયમના કાઉસીલર સુરેખાબેન મકવાણાએ વિગત આપતા જણાવ્યું કે ઇડર તાલુકાની પરણીતાએ ફોન કરી મદદ માંગી હતી કે મારો પતિ નશો કરી મારઝૂડ કરે છે અને વહેમ રાખે છે કામ ધંધો કઈ કરતો નથી જેથી સસરાને નોકરી કરવી પડે છે અને ઘર ચલાવે છે.

જેથી ઘરમાં આર્થિક મદદ કરવા ઘરની દુકાનમાં બેસવાનું શરૂ કરતાં પતિ વહેમ કરે છે અને રોજ કંકાસ કરી મારઝૂડ કરતો હોય ત્રાસ સહન ન થતા દીકરાને લઈ પીયરમાં આવી ગઈ હતી પરંતુ દીકરાને પિતા, દાદા, દાદીનો પ્રેમ મળે અને ઘરસંસાર બચી જાય માટે સામાજિક રીતે પ્રયાસો કરતા સાસરીવાળા માનતા ન હતા.

યુવતીને પુનઃસ્થાપિત કરવા અભયમની ટીમ તેની સાસરીમાં પહોંચી હતી અને પતિ, સાસુ સસરા સાથે વાતચીત કરી સમજાવ્યા હતા જેમાં પતિ પણ નોકરી ધંધો કરવા તૈયાર થઈ ગયો હતો અને પોતાનું લગ્નજીવન બચાવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...