બીજા તબક્કાની ગ્રામસભા:વિજયનગરના અભાપુર અને આંતરસુબા ગામે લોકલ ફોર વોકલ પ્રાકૃતિક ખેતી દ્વારા વિસ્તારની ઓળખ ઊભી કરવા આયોજન

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકાના પોલો ફોરેસ્ટને અડીને આવેલા અભાપુર અને આંતરસુબા ગ્રામ પંચાયત ખાતે બીજા તબક્કાની ગ્રામસભા સ્થાનિક તાલુકા લેવલના અધિકારીઓ અને કર્મચારીઓ, ગ્રામજનો અને શાળાના શિક્ષકોની હાજરીમાં મળી હતી.

આ ગ્રામસભામાં પોલો ફોરેસ્ટમાં આવતા પ્રવાસીઓની સ્થાનિક કૃષિપેદાશો તથા શાકભાજી પ્રાકૃતિક ખેતી દ્વારા ઉગાડેલા મળી રહે તેવી કાર્ય યોજના ઘડવામાં આવી હતી. સ્થાનિક લોકોની ખેતપેદાશ મકાઈ, મગફળી, ચણા તથા બાગાયતી પાકોમાં કેરી, સીતાફળ, આમળા, ચીકુ જેવાં ફળો અહીં આવતા પ્રવાસીઓને સરળતાથી મળી રહે તે માટે ચોક્કસ જગ્યા નક્કી કરીને રસ્તાની બાજુમાં સ્થાનિક લોકો વેચાણ કરી શકે તેવી કાર્ય યોજના ઘડવામાં આવી હતી.

આ પ્રસંગે માહિતી ખાતા દ્રારા સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું. ઓછી વસ્તી ધરાવતા આ ગામોમાં પોલો ફોરેસ્ટમાં આવતા પ્રવાસીઓ થકી લોકોને રોજગારી મળી રહે છે. પણ તેમાં લોકલ ફોર વોકલ એક આગવી ઓળખ ઊભી કરીને અભાપુર ગ્રામ પંચાયત પ્રવાસીઓની જરૂરિયાત મુજબ પોલો ફોરેસ્ટમાં સુવિધા ધીમેધીમે પ્રાયોગિક ધોરણે ઉભી કરાશે. તેમાં સખીમંડળ ગ્રામ પંચાયત તથા યુવાનો પણ સામેલ થઈને અહીં આવતા અતિથિઓનું સન્માન અને પીવાના પાણીની પરબ તથા પાર્કિંગ તથા અકસ્માત વખતે સંવેદના પૂર્વક મદદ કરીને સહાયરૂપ થશે તેવું સરપંચે જણાવ્યું હતું.

આ પ્રસંગે પનાભાઇ રબારી તા.પં ઉ.પ્રમુખ, ગામના અગ્રણી નાગજી ડાભી, તલાટી કમ મંત્રી હર્ષદ પટેલ, ગ્રામસેવક અજય બારોટ, મનરેગા એ.પી.ઓ ઇશ્વરસિંહ મકવાણા, અભાપુર વહિવટદાર આષિશ કટારા, પૂર્વ સરપંચ ઇશ્વર નિનામા, જયદીપ પટેલ અને ગ્રામસભામાં સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ ગ્રામસભાને સફળ બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...