સાબરકાંઠા જીલ્લાના ભિલોડા ત્રણ રસ્તા પર બુધવારે રાત્રે લાલપુર ગામના યુવક પાસે ચાઇનીઝ દોરીની ૩૦ ફીરકીના થેલા સાથે ઝડપાયો હતો. જેને લઈને પોલીસે 6 હજારની ફીરકીઓ કબજે લઈને શખસ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સ્ટાફ દોડી શખસને કોર્ડન કર્યો હતો
ઇડર પોલીસ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ભિલોડા ત્રણ રસ્તે એક શખસ પાસે પ્લાસ્ટિકની બેગ હતી અને તેમાં શંકાસ્પદ વસ્તુ લાગતા શખસને બુમ પાડી ઉભો રહેવાનું કહેતા તે ઉભો રહ્યો ન હતો. તાત્કાલિક પોલીસ સ્ટાફ ઉતરીને દોડ્યો હતો અને શખસને કોર્ડન કરી લીધો હતો.
જાહેરનામાંના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી
પોલીસે શખસની પૂછ પરછ કરતા ઈડરના લાલપુર ગામનો દીપક રામા પટેલ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેની પાસેની પ્લાસ્ટિકની બેગ તપાસ કરતા તેમાંથી મોનો સ્કાય કંપનીની કાળા કલરની ચાઇનીઝ દોરીની ફીરકીઓ ભરેલી હતી. જે બહાર કાઢી ગણતા ૩૦ ફીરકીઓ નીકળી હતી. જેમાં એકની કિંમત રૂ.200 લેખે રૂ.6 હજારની ચાઇનીઝ દોરીની ફીરકીઓ પંચનામું કરી કબજે લીધી હતી. શખસ સામે કલેક્ટરના જાહેરનામાંના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.