શહેરમાં ચકચાર:પ્રાંતિજમાં ટ્રેક્ટરની ટ્રોલી ખાલી કરતી વખતે ટક્કર વાગતાં યુવકનું મોત થયું

હિંમતનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતા અને પુત્ર કચરાના ઢગલામાંથી ભંગાર વીણી રહ્યા હતા

પ્રાંતિજના રામનગરમાં વણઝારવાસમાં ગુરૂવારે સવારે કચરા માટીના ઢગલામાંથી ભંગાર વીણી રહેલ 42 વર્ષીય શખ્સને ફરીથી કચરો માટી ખાલી કરવા આવેલ ટ્રેક્ટરની ટ્રોલીથી માથામાં ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નિપજતાં ચકચાર મચી જવા પામી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.05-05-22 ના રોજ સવારે પોણા દસેક વાગ્યાના સુમારે પ્રાંતિજના રામનગરમાં વણઝારાવાસમાં રહેતા ધનાભાઇ ગીરીશભાઇ વાઘેલા (42) અને તેમનો નાનો દીકરો બંને જણા ચામુંડા માતાજીના મંદિર આગળ ખુલ્લા ચોકમાં નાખેલ કચરા માટીના ઢગલામાંથી ભંગાર વીણી રહ્યા હતા.

તે દરમિયાન પડોશમાં રહેતા નંગાભાઇ વણઝારાનો દીકરો પૃથ્વીભાઇ ટ્રોલીમાં કચરો માટી ભરીને આવ્યો હતો અને ટ્રેક્ટર આઘુ પાછુ કરીને કચરો માટી ખાલી કરી રહ્યો હતો. તે દરમિયાન ટ્રેક્ટર ટ્રોલીથી ધનાભાઇના માથાના ભાગે ટક્કર વાગતાં ગંભીર ઇજાઓ થઇ હતી અને નીચે પડી જતા ચાલકના પિતા નંગાભાઇ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ધનાભાઇને પહેલા પ્રાંતિજ અને ત્યારબાદ હિંમતનગર સિવિલમાં લઇ જવાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

પોલીસે મૃતકના ભાઇ શૈલેષભાઇ વાઘેલાની ફરિયાદને આધારે ટ્રેક્ટર ચાલક પૃથ્વીભાઇ નંગાભાઇ વણઝારા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાથી શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...