વ્યાજખોરો સામે ગુનો:ઇડરના ગંભીરપુરા રહેતા યુવાને વ્યાજખોરોના ત્રાસે ઝેરી દવા પીધી

બડોલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવક સારવાર હેઠળ, વ્યાજખોરો સામે ગુનો

ઇડર શહેરના ગંભીરપુરા ખાતે રહેતા મેમણ રાજુભાઈ ગનીભાઈ ઉંમર વર્ષ આશરે 32 ( રહે. ગંભીરપુરા)ના યુવાને વ્યાજખોરોના ત્રાસથી પાંચ દિવસ થી ઘરેથી ચાલ્યો ગયો હતો.

ત્યારબાદ મેમણ રાજુભાઈ ગનીભાઈ એ પાંચ દિવસ બાદ ઘરે આવી ઝેરી દવા ગટગટાવી જતા પરિવાર દ્વારા 108 બોલાવી તાત્કાલિક ઇડરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવતા ઇડર સિવિલ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી અને યુવાનના પરિવાર દ્વારા ઇડર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા ઇડર પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...