તપાસ:પોશીનાના ગંછાલી ગામનો યુવક સાડા ત્રણ વર્ષથી ગુમ થતાં ચકચાર

હિંમતનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇમાં પાર્ટી પ્લોટમાં કામ કરવા ગયા બાદ પાછો ન આવ્યો, મિત્રો ઘેર આવી ગયા
  • પાર્ટી પ્લોટ​​​​​​​ માલિક અને બે મિત્રો સહિત 4 જણાં પર પિતાને આશંકા

પોશીનાના ગંછાલી ગામનો યુવક તેના મિત્રો સાથે પહેલા ખેડબ્રહ્મા અને ત્યારબાદ પાર્ટીપ્લોટમાં કામ કરવા મુંબઇ ગયા બાદ ઘેર પરત ન આવતાં સાડા ત્રણ વર્ષથી ગુમશુદા યુવકના પિતા પોશીનાથી માંડી મુંબઇ સુધી દર દરની ઠોકરો ખાઇ રહ્યા છે. પરંતુ આજદિન સુધી ક્યાંયથી સહાય કે પુત્રના વાવડ મળ્યા નથી. કાજાવાસનો દિનેશભાઇ રમેશભાઇ પરમાર નામનો યુવક તા.07-12-18 ના રોજ ખેડબ્રહ્મા ગયા બાદ મુંબઇ પાર્ટી પ્લોટમાં કામ - મજૂરીએ ગયા બાદ પરત આવ્યો નથી. તેના પિતા રમેશભાઇ પૂનાભાઇએ પોશીના પોલીસ, સા.કાં. એસ.પી., મુંબઇ ડીસીપી, પોલીસ કમિશ્નર મુંબઇ અને ડીજીપી મુંબઇને આ અંગે રજૂઆતો કરી છે

પરંતુ કોઇ જગ્યાએથી તપાસ થઇ નથી. તેમણે તા.08-07-22 નારોજ પોશીના પીએસઆઇને ફરીથી રજૂઆત કરી છે કે જયંતિભાઇ નાણાભાઇ મૂળી અને મિથુનભાઇ હરીશભાઇ મૂળી (બંને રહે. ગંછાલી) તા. 07-12-18 ના રોજ તેમના ઘેર આવ્યા હતા અને દિનેશભાઇને કહ્યું કે અમે મજૂરી કામ અર્થે બહાર ગામ જઇએ છીએ તુ પણ ચાલ કહી લઇ ગયા હતા અને તા.08-12-18 ના રોજ ત્રણેય નોકરી પર લાગી ગયા હતા. તા.13-12-18 સુધી નોકરી કર્યા બાદ જયંતિભાઇ અને મિથુનભાઇ નોકરી છોડી તા.20-12-18 ના રોજ મુંબઇથી ઘેર આવી જતા રમેશભાઇએ દીકરા બાબતે પૂછતાં ગલ્લાં તલ્લાં કર્યા હતા.

રમેશભાઇના જણાવ્યાનુસાર તેમના દીકરાએ કરેલ મજૂરીની હાજરી ભરેલી નોંધ ગંછાલીના અન્ય યુવક લલિતકુમાર દીવીયાભાઇ મૂળી પાસેથી મળી હતી. આ બધા ઘેર આવી ગયા પણ દીકરો ન આવતા પાર્ટી પ્લોટના માલિક દિનેશભાઇ સુભાષભાઇ તથા ઠાકુરભાઇ નામનો શખ્સ અને ગંછાલીના જયંતિભાઇ, મિથુનભાઇ, અર્પિતભાઇ તથા લલિતભાઇને બોલાવી પૂછપરછ કરી દીકરાના પોલીસ દ્વારા સગડ મેળવવામાં આવે તે માટે સાડા ત્રણ વર્ષથી આજીજી કરી રહ્યા છે.

લાચાર પિતાનો આર્તનાદ: કોઇતો મદદ કરો
યુવકના પિતા રમેશભાઇએ જણાવ્યું કે પોશીના પોલીસ, સા.કાં. એસ.પી., મુંબઇ ડીસીપી, પોલીસ કમિશ્નર મુંબઇ અને ડીજીપી મુંબઇને આ અંગે રજૂઆતો કરી છે પરંતુ કોઇ જગ્યાએથી તપાસ થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...